- ભારતમાંથી કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો હતો
- સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે જાહેર કરાયો
- ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કોરોનાના અન્ય વેરિયન્ટ કરતા વધુ ઘાતકી હોવાનું અનુમાન
નવી દિલ્હી: કોવિડ -19ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ(Delta plus variant) ને ભારત દ્વારા ગંભીરતાથી લેવા માટેનો વેરિયન્ટ (Variant of Concern) જાહેર કરવામાં આવ્યો છે. આ વેરિયન્ટના મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં 22 કેસ મળી આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ રાજ્યો માટે તાત્કાલિક ધોરણે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, "અમે સંબંધિત રાજ્ય સરકારો સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને તે મુજબ જાહેર આરોગ્યના જવાબો અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક ભાષામાં એસએઆરએસ-કોવી -2 જેનોમિક્સ કન્સોર્ટિયા (SARS-CoV-2 Genomic Consortia) તરીકે ઓળખાતા આ વેરિયન્ટને ભારતની INSACOG સંસ્થા દ્વારા શોધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કોરોનાનો નવો વેરિયન્ટ Lambda વિશ્વના 29 દેશોમાં મચાવી રહ્યો છે હાહાકાર, WHO એ લીધી ગંભીરતાથી નોંધ
મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં જોવા મળ્યા કેસ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વેરિયન્ટના કેસ મહારાષ્ટ્રના રત્નાગિરિ અને જલગાંવ જિલ્લાઓમાંથી મળી આવ્યા છે. કેરળના પલક્કડ અને પઠાણમિતિટ્ટા જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લાઓમાં પણ મળી આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્યોને સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિઓના નમૂનાઓ તાત્કાલિક ધોરણે INSACOG ની પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવે છે. જેથી તેના સંબંધિત વધુ માર્ગદર્શન મળી રહે.
આ પણ વાંચો : 'ફંગસ' એ કોઈ નવો રોગ નથી, 100 વર્ષથી પણ જૂનો છે ઇતિહાસ
મંત્રાલય સતત કામ કરી રહ્યું છે
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પરીક્ષણની માળખાગત સુવિધાઓને મજબૂત કરીને રાજ્યોના સક્રિય સહયોગથી જાહેર આરોગ્યનાં પગલાં દ્વારા અસરકારક કોવિડ -19 મેનેજમેન્ટ તરફ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય મુજબ, ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant in India) ના કેસમાં વધારો થયો છે. જેના કારણે અગાઉ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (Variant Of Interest) ની યાદીમાં રાખવામાં આવેલા ડેલ્ટા પ્લસ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (Variant Of Interest) જાહેર કરવામાં આવ્યો છે.