ચાંદીપુરઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે (Indian Navy) શુક્રવારે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ (Testing of VL-SRSAM) કર્યું હતું. ઓડિશાના ચાંદીપુર કિનારેથી ભારતીય નૌકાદળના જહાજે (Indian Navy Vessel) આ પ્રક્ષેપણ કર્યું હતું. DRDOના અધિકારીના જણાવ્યા અનુસાર, VL-SRSAM એ એક જહાજ-સંચાલિત શસ્ત્ર પ્રણાલી છે. જે દરિયાઈ સ્કિમિંગ ટાર્ગેટ સહિત નજીકની રેન્જમાં વિવિધ હવાજન્ય જોખમોનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. સિસ્ટમનું શુક્રવારેનું લોન્ચિંગ હાઇ-સ્પીડ એરિયલ ટાર્ગેટને જોડવાનું હતું, જે સફળ રહ્યું છે.
-
Congratulations to DRDO, Indian Navy & the industry for the successful flight test of Vertical Launch Short Range Surface to Air Missile off the coast of Chandipur, Odisha. This success will further enhance the defence capability of Indian Naval Ships against the aerial threats. pic.twitter.com/ltkUyhm0iR
— Rajnath Singh (@rajnathsingh) June 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to DRDO, Indian Navy & the industry for the successful flight test of Vertical Launch Short Range Surface to Air Missile off the coast of Chandipur, Odisha. This success will further enhance the defence capability of Indian Naval Ships against the aerial threats. pic.twitter.com/ltkUyhm0iR
— Rajnath Singh (@rajnathsingh) June 24, 2022Congratulations to DRDO, Indian Navy & the industry for the successful flight test of Vertical Launch Short Range Surface to Air Missile off the coast of Chandipur, Odisha. This success will further enhance the defence capability of Indian Naval Ships against the aerial threats. pic.twitter.com/ltkUyhm0iR
— Rajnath Singh (@rajnathsingh) June 24, 2022
આ પણ વાંચોઃ વૃક્ષ બન્યું મોતનું કારણઃ વૃક્ષ ધરાશાયી થતા પોલીસ કર્મી બન્યો કાળનો કોળિયો
શું કહે છે અધિકારીઃ અધિકારીએ કહ્યું, “આઈટીઆર, ચાંદીપુર દ્વારા તૈનાત કરાયેલા બહુવિધ ટ્રેકિંગ ડિવાઈસનો ઉપયોગ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. રીસર્ચના પરિમાણો સાથે વાહનના ફ્લાઇટ પાથનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ પ્રક્ષેપણ DRDO અને ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
રક્ષાપ્રધાને અભિનંદન દીધાઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. રાજનાથ સિંહે ટ્વિટ કર્યું, 'ઓડિશાના ચાંદીપુરના દરિયાકિનારે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલના સફળ ઉડાન પરીક્ષણ માટે DRDO, ભારતીય નૌકાદળને અભિનંદન. આ સફળતા ભારતીય નૌકાદળના જહાજોની હવાઈ જોખમો સામે સંરક્ષણ ક્ષમતાને વધુ વધારશે.
આ પણ વાંચોઃ પંજાબના પૂર્વ DGP દિનકર ગુપ્તા બન્યા NIAના નવા ચીફ
પૃથ્વી-2નું સફળ પરીક્ષણઃ નોંધપાત્ર વાત એ છે કે, તારીખ 15 જૂને બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન આપીને જણાવ્યું હતું કે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું તારીખ 15 જૂને સાંજે લગભગ 7.30 વાગ્યે ઓડિશાના ચાંદીપુરમાં એક સંકલિત પરીક્ષણ કેન્દ્રથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શક્તિશાળી મારણ ક્ષમતાઃ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પૃથ્વી-2 મિસાઈલ સિસ્ટમને અત્યંત સફળ માનવામાં આવે છે અને તે ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્યને મારવામાં સક્ષમ છે. નિયમિત તાલીમ કાર્યક્રમના ભાગરૂપે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પૃથ્વી-2 મિસાઈલ સપાટીથી સપાટી પર 350 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવે છે. પૃથ્વી-2 મિસાઈલ 500 થી 1,000 કિલોગ્રામના વોરહેડને લઈ જવા માટે સક્ષમ છે અને તે બે લિક્વિડ પ્રોપલ્શન એન્જિન દ્વારા સંચાલિત છે.