ETV Bharat / bharat

Ind vs SA: ભારતનો સ્કોર 272/3, રાહુલ સદી ફટકારીને ક્રીઝ પર હાજર - ભારતનો સ્કોર

સેન્ચુરિયન ખાતે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં (Boxing Day Test) ભારતે રવિવારે દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી 90 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 272 રન (india score 272) બનાવ્યા હતા.

Cricket news
Cricket news
author img

By

Published : Dec 27, 2021, 1:22 PM IST

સેન્ચુરિયનઃ સેન્ચુરિયનમાં (Centurion Cricket) પ્રથમ દિવસે (Boxing Day Test) કે.એલ.રાહુલે ભારત માટે શાનદાર સદી (KL Rahul's century) ફટકારી હતી. રાહુલ (122) અને અજિંક્ય રહાણે (40) રન બનાવીને ક્રીઝ પર હાજર છે. આ સાથે જ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ ત્રણેય મહત્વની વિકેટ પોતાના નામે કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ અંતિમ સત્રની શરૂઆત કેશવ મહારાજને શોટ આપીને કરી હતી. બીજી તરફ કાગિસો રબાડાએ કોહલી અને રાહુલને થોડો પરેશાન કર્યો પરંતુ રાહુલે મિડ- વિકેટ પર ચોગ્ગા અને પછી લોંગ-ઓન પર છગ્ગાની મદદથી સ્કોર 90 સુધી પહોંચાડ્યો હતો. તે દરમિયાન કોહલીએ લુંગી એનગિડીની બોલ પર પ્રથમ સ્લિપમાં વિયાન મુલ્ડરનો સરળ કેચ પકડ્યો અને 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

બન્ને વચ્ચે 73 રનની ભાગીદારી થઈ

આ પછી રહાણેએ બાઉન્ડ્રી ફટકારીને રન બનાવવાનું શરૂ કર્યું હતું. રાહુલ અને રહાણેએ મળીને ભારતના સ્કોરને આગળ વધાર્યો હતો. આ દરમિયાન રાહુલે મહારાજની બોલ પર તેની સાતમી ટેસ્ટ સદી પૂરી કરી હતી. 2007માં કેપટાઉનમાં વસીમ જાફરના 116 રન પછી તે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો હતો. પોતાની સદી પૂરી કર્યા બાદ રાહુલ 122 રને અણનમ છે અને રહાણે 40 રને અણનમ છે. બન્ને વચ્ચે 73 રનની ભાગીદારી થઈ છે.

મયંક (60) રન બનાવીને લુંગી એનગિડીના બોલ પર આઉટ થયો

આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ સેશનમાં સારી શરૂઆત બાદ કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે 117 રનની ભાગીદારી નોંધાવી હતી પરંતુ મયંક (60) રન બનાવીને લુંગી એનગિડીના બોલ પર આઉટ થયો હતો. આ પછી બીજા જ બોલ પર ખરાબ ફોર્મમાં રહેલો ચેતેશ્વર પુજારા ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો, જેના કારણે ભારતે પ્રથમ દિવસની રમતના અંતે ત્રણ વિકેટે 272 રનનો સ્કોર મજબૂત સ્થિતિમાં મૂક્યો હતો.

સંક્ષિપ્ત સ્કોર:

ભારત 90 ઓવરમાં 272/3 (કે.એલ.રાહુલ 122 અણનમ, મયંક અગ્રવાલ 60 અને લુંગી એનગિડી 3/45).

આ પણ વાંચો: Boxing Day 2021 : શા માટે નાતાલના બીજા દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ, જાણો મહત્વ...

આ પણ વાંચો: Indian cricket team: ભારતીય દિગ્ગજ સ્પિનરે ​​નિવૃત્તિ લીધી, ટ્વીટ કરીને માહિતી આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.