ETV Bharat / bharat

કોરોના ફરી એક્ટિવ, એક દિવસમાં નોંધાયા 8000થી વધુ કેસ, 10ના મૃત્યું - Covid 19 latest reports

દેશમાં કોરોના વાયરસ (Covid-19 Latest Case figure) ફરી માથું ઊંચકી રહ્યો છે. દિવસે દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં 8329 નવા (Total Case of covid-19 single day) કેસ સામે આવ્યા છે. જેમાં કુલ 10 વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

કોરોના ફરી એક્ટિવ, એક દિવસમાં નોંધાયા 8000થી વધુ કેસ, 10ના મૃત્યું

author img

By

Published : Jun 11, 2022, 3:26 PM IST

નવી દિલ્હી: કુલ 103 દિવસ બાદ કોરોના વાયરસના કેસમાં (Covid-19 Latest Case figure) નોંધપાત્ર વધારો થયો છે. જેમાં એક દિવસમાં 8000થી વધારે નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે કુલ કેસની સંખ્યા 4,32,13,435 સુધી (Total Case of covid-19) પહોંચી ગઈ છે. જ્યારે સારવાર લઈને કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યા 40,370 થઈ (Total Covid-19 recovery digit) ગઈ છે. જ્યારે નવા આવેલા કેસમાંથી 10 વ્યક્તિઓનું (Covid-19 Total Death) મૃત્યું થયું છે. જુન મહિનાના પહેલા અઠવાડિયામાં 7584 નવા કેસ મળી આવ્યા હતા. વધી રહેલા કોરોના વાયરસના કેસની સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્રીય આરોગ્ય સચીવે કેટલાક રાજ્યોને એલર્ટ આપ્યું છે. ખાસ કરીને જ્યાંથી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યાં સાવચેતી રાખવા સૂચના પણ અપાઈ છે.

આ પણ વાંચો: શ્રીનગરના બારામુલ્લા હાઈવે પર IED મળી આવ્યો

કેન્દ્રીય મંત્રાલયે કહી આ વાત: કેન્દ્રીય મંત્રાલયે શનિવારે સવારે આવેલા આંકડાકીય રીપોર્ટના આધારે કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 8329 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 10 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. કુલ 5,24,757 લોકો કોરોના વાયરસને કારણે મૃત્યું પામ્યા છે. દર્દીઓમાં કોરોના વાયરસનું ઈન્ફેક્શન વધી રહ્યું છે. રાહતની આ વાત એ છે કે, કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની ટકાવારી ઈન્ફેક્શનના આંકડા કરતા વધારે છે. 98.69 ટકા દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. શનિવારે અંડર ટ્રિટમેન્ટ રહેલા દર્દીઓની સંખ્યામાં 4103નો વધારો થયો હતો.

આ પણ વાંચો: હાવડામાં ફરી પથ્થરમારો, પોલીસે દેખાવકારો પર ટીયર ગેસના શેલ છોડ્યા

મૃત્યુંદર ઓછો: કોરોના વાયરસની બીજી લહેરા ઘાતક અને સૌથી વધુ જીવલેણ પુરવાર થઈ હતી. પણ હાલમાં આવેલા કેસમાં મૃત્યુંદર ઓછો જોવા મળ્યો છે. ઈન્ફેક્શનની ટકાવારી 2.41 ટકા રહી છે. જ્યારે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 4,26,48,308 થઈ ચૂકીછે. પણ મૃત્યુંદર ઓછો રહેવાના કારણે એક રાહતની અનુભુતી તબીબો કરી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ વેક્સીનેશનના કુલ 192.92 ડોઝ દેશવાસીઓને અપાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.