નવી દિલ્હી: ભારતે સ્પષ્ટતા કરી છે કે, ટેકનિકલ ખામીના કારણે મંગળવારે પાકિસ્તાન તરફ મિસાઈલ છૂટી ગઈ હતી. રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, મેન્ટેનન્સ દરમિયાન ખલેલને કારણે મિસાઈલ પાકિસ્તાનમાં (india regrets a missile fired in pakistan) આવી ગઈ. અમે આ ઘટના પર ખેદ વ્યક્ત કરીએ છીએ.
આ પણ વાંચો: તાજનગરી આગ્રાની કેટલીક વિધાનસભા સીટો પર ઉમેદવારને નોટાએ જ પછાડ્યા
મિસાઈલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી હતી
પાકિસ્તાની સેનાએ એક દિવસ પહેલા દાવો કર્યો હતો કે, ભારત તરફથી મિસાઈલ છોડવામાં આવી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાન થયું છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર આ મિસાઈલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ ઈફ્તિખારે જણાવ્યું કે, 9 માર્ચે સાંજે 6:43 કલાકે ભારત તરફથી એક મિસાઈલ જેવી વસ્તુ તેજ ગતિએ આવી હતી, તેના પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાન થયું હતું.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે સુપરસોનિક મિસાઈલ છે
પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે, નુકસાન બિન-સૈન્ય વિસ્તારમાં થયું છે. જોકે, તેમાં કોઈનું મોત થયું નથી. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે તે સુપરસોનિક મિસાઈલ છે. તે પાક બોર્ડરથી 124 કિમીની અંદર પડી હતી, તેને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, આ મિસાઈલ વોરહેડ વગરની છે. આનો અર્થ એ થયો કે તેમાં કોઈ ગનપાઉડર નહોતું અને તે કદાચ કવાયત દરમિયાન મિસ ફાયર થયું હતું.
આ પણ વાંચો: PM Modi Gujarat Visit : સંગઠન વધુ મજબૂત કરો, ટોપી અને ખેસ હવે ભાજપની ઓળખ
ભારતીય સેનાએ જણાવ્યું કે, હકીકતમાં તે રાજસ્થાનમાં પડવાની હતી
ભારતીય સેનાએ જણાવ્યું કે, હકીકતમાં તે રાજસ્થાનમાં પડવાની હતી, પરંતુ તે પાકિસ્તાનના મિયા ચન્નુ વિસ્તારમાં પડી. જ્યાં મિસાઈલ પડી ત્યાંથી 160 કિમી દૂર આતંકી સંગઠન જૈશ ચીફ મસૂદ અઝહરનું ઘર છે.