- ભારતે ફરી એક વાર નવી ઉપલબ્ધિ હાંસલ કરી
- ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો થયો
- ઓક્ટોબર 2021માં ભારતની કુલ નિકાસ 56.51 બિલિયન અમેરિકી ડોલર રહી
નવી દિલ્હીઃ ભારતમાં બનેલી વસ્તુઓની નિકાસમાં (Export of goods) સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકારે (Central Government) નિકાસ અંગે જણાવ્યું હતું કે, ક્ટોબર 2021માં ભારતની કુલ નિકાસ 56.51 બિલિયન અમેરિકી ડોલર રહી છે. આમાં વેપારી નિકાસ (Merchant Export) એટલે કે મર્ચેન્ડાઈઝ નિકાસ (Merchandise export) અને સર્વિસીઝ બંને સામેલ છે.
નિકાસમાં સારી વૃદ્ધ જોવા મળી
ગયા વર્ષની સરખામણીમાં નિકાસમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. ઓક્ટોબર 2020ની સરખામણીમાં 35.16 ટકા વધુ છે. તો ઓક્ટોબર 2019ની સરખામણીમાં કુલ નિકાસમાં 29.13 ટકાની સકારાત્મક વૃદ્ધિ થઈ છે.
કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કર્યા આંકડા
કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે (Union Ministry of Commerce and Industry) સોમવારે આને સંબંધિત આંકડા પણ જાહેર કર્યા હતા. આયાતને લઈને મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2021માં કુલ આયાત 68.09 બિલિયન અમેરિકી ડોલર રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે ઓક્ટોબર 2020ની સરખામણીમાં 57.32 ટકા વધુ છે. તો ઓક્ટોબર 2019ની સરખાણીમાં આમાં 40.82 ટકાની સકારાત્મક વૃદ્ધિ છે.
આ પણ વાંચો- શેર માર્કેટમાં આવી તેજી, IPOમાં પણ બની રહ્યા છે નવા નવા રેકોર્ડ
આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી