ETV Bharat / bharat

India joins G20 troika: ઈન્ડોનેશિયા-ઈટલી સાથે મળીને કામ કરશે

author img

By

Published : Dec 2, 2021, 2:08 PM IST

ભારત G20 ટ્રોઇકામાં (India joins G20 troika) જોડાયું છે. જેમાં જૂથના વર્તમાન અધ્યક્ષ દેશ ઇન્ડોનેશિયા અને ભૂતપૂર્વ પ્રમુખ ઇટલીનો ( INDONESIA ITALY TO ENSURE CONSISTENCY) સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી.

India joins G20 troika: ઈન્ડોનેશિયા-ઈટલી સાથે મળીને કામ કરશે
India joins G20 troika: ઈન્ડોનેશિયા-ઈટલી સાથે મળીને કામ કરશે
  • ઇન્ડોનેશિયા, ઇટલી અને ભારત G20 ટ્રોઇકામાં સામેલ
  • G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે
  • ભારત 1 ડિસેમ્બર, 2022થી G20ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

નવી દિલ્હી: ભારત બુધવારે G20 ટ્રોઇકામાં (India joins G20 troika) જોડાયું. જેમાં ઇન્ડોનેશિયા, જૂથના વર્તમાન પ્રમુખ અને ઇટલી, ભૂતપૂર્વ પ્રમુખનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી. ઇન્ડોનેશિયા, ઇટલી અને ભારત G20 ટ્રોઇકામાં સામેલ છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે. જે દર્શાવે છે કે, વૈશ્વિક સમૃદ્ધિ એકબીજા સાથે જોડાયેલી છે અને આર્થિક તકો અને પડકારો પણ એકબીજા સાથે જોડાયેલા છે. નિવેદન અનુસાર G20 દેશો સારા ભવિષ્યના નિર્માણ માટે એકસાથે આવ્યા છે. G20ના સ્થાપક સભ્ય તરીકે ભારતે આ મંચનો ઉપયોગ વિશ્વના સૌથી વંચિત વર્ગોને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને બાબતોને ઉઠાવવા માટે કર્યો છે.

આ પણ વાંચો: petrol price reduce in delhi : દિલ્હી સરકારે પેટ્રોલમાં લીટરે રુપિયા 8 ધટાડયા

ઇન્ડોનેશિયાને બુધવારે જ ઇટલી તરફથી જી-20ની અધ્યક્ષતા મળી

ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયાને બુધવારે જ ઇટલી તરફથી જી-20ની અધ્યક્ષતા મળી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ટ્રોઇકા સભ્ય તરીકે ભારત જી-20ના એજન્ડાને આગળ વધારવા માટે ઇન્ડોનેશિયા અને ઇટલી સાથે મળીને કામ કરશે. ભારત 1 ડિસેમ્બર, 2022થી G20ના પ્રમુખ (India will assume the presidency of the G20 on December 1 next year) તરીકે કાર્યભાર સંભાળશે.

આ પણ વાંચો: Karnataka elections:વડાપ્રધાન-દેવેગૌડાની બેઠકના કારણે કર્ણાટક ચૂંટણીમાં ભાજપ અને JDS વચ્ચે સમજૂતીની અટકળો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.