ETV Bharat / bharat

Vaccination Against Covid : દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા, માંડવીયાએ આપી માહિતી

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે, ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટ (Omicron Covid Variant) વિશે ચિંતા વચ્ચે ભારતની 50 ટકાથી વધુ પુખ્ત વસ્તીને કોરોના રસીના બન્ને ડોઝ આપવામાં લાગી ગયા (Vaccination Against Covid) છે, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 127.61 કરોડથી વધુ ડોઝ (Anti Covid Vaccine) આપવામાં આવ્યા છે.

દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા

author img

By

Published : Dec 5, 2021, 2:08 PM IST

  • ભારતમાં 50 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થયું
  • કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી જાણકારી
  • કોવિડ રસીના 127.61 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના વેક્સિન અંગે માહિતી આપતા રવિવારે જણાવ્યું હતું કે, ભારતની 50 ટકાથી વધુ પુખ્ત વસ્તીને કોરોના રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા (Vaccination Against Covid) છે, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 127.61 કરોડથી વધુ ડોઝ (Anti Covid Vaccine) આપવામાં આવ્યા છે.

ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટનો ભય

કોરોના વાયરસના નવા સ્વરૂપ, ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટ (Omicron Covid Variant) વિશે ચિંતા વચ્ચે 50 ટકાથી વધુ પુખ્ત વસ્તીનું રસીકરણના એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશમાં 84.8 ટકાથી વધુ પુખ્ત વસ્તીને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

  • हम होंगे कामयाब ✌🏼

    Congratulations India 🇮🇳

    It is a moment of great pride as over 50% of the eligible population are now fully vaccinated 💉

    We will win the battle against COVID-19 together ✌🏼#HarGharDastak #SabkoMuftVaccine pic.twitter.com/q4evljMChk

    — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતના લોકોને અભિનંદન!

માંડવિયાએ ટ્વીટમાં કહ્યું હતું કે, 'ભારતના લોકોને અભિનંદન! આ ખૂબ જ ગર્વની ક્ષણ છે, 50 ટકાથી વધુ પાત્ર વસ્તીનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. આપણે સાથે મળીને કોવિડ-19 સામેની લડાઈ જીતીશું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 7 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળામાં 1,04,18,707 ડોઝ આપ્યા બાદ દેશમાં કોવિડ રસીના કુલ 127.61 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન

નોંધપાત્ર રીતે, ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ શરૂ થયું હતું. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. આ પછી 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટ લાઇન વર્કર્સ (FLWs)નું રસીકરણ શરૂ થયું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.