- ભારતના જીડીપીમાં થશે વધારો
- મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું નિવેદન
- ભારતની આર્થિક સ્થિતિમાં થઇ રહ્યો છે સુધારો
નવી દિલ્હી: ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) કે.વી. સુબ્રમણ્યમે કહ્યું છે કે પ્રથમ ત્રિમાસિક ગાળાના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) ડેટા સરકારે ગત વર્ષે વ્યક્ત કરેલા અર્થતંત્રમાં વી આકારની પુનરુત્થાનની આગાહીની પુષ્ટિ કરે છે. સુબ્રમણ્યમે કહ્યું કે દેશ માળખાકીય સુધારાઓ, સરકારના મૂડી ખર્ચમાં વધારો અને ભારતમાં ઝડપી રસીકરણ સાથે મજબૂત વૃદ્ધિ માટે સજ્જ છે.
અગાઉ સરકારે કહ્યું હતું કે કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્ર ઝડપથી પાટા પર આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 20.1 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા 1.6 ટકાના દરે વધી હતી, જ્યારે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં 24.4 ટકાનો ઘટાડો થયો છે.