- દેશમાં ઘટ્યો કોરોનાનો કહેર
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 62,480 નવા કેસો નોંધાયા
- હાલ દેશમાં 7,98,656 કેસ એક્ટીવ 7,98,656
હૈદરાબાદ: ભારતમાં કોરોનાનાં 62,480 નવા કેસો આવ્યા પછી, પોઝીટીવ કેસની કુલ સંખ્યા 2 કરોડ 97 લાખ 62 હજાર 793 થઈ છે. 1 હજાર 587 નવા મૃત્યુ પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા 3 લાખ 83 હજાર 490 પર પહોંચી ગઈ છે. 88 હજાર 977 લોક ડિસ્ચાર્જ થવાથી કોરોનાથી સ્વસ્થ થનારાઓની કુલ સંખ્યા 2 કરોડ 85 લાખ 80 હજાર 647 થઈ છે. દેશમાં કુલ એકટિવ કેસની સંખ્યા 7 લાખ 98 હજાક 656 છે.
આ પણ વાંચોઃ India Corona Update : બુધવારે ભારતમાં 67, 208 નવા COVID-19 કેસ નોંધાયા
32,59,003 લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસની 32 લાખ 59 હજાર 3 લોકોને રસી આપવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 26 કરોડ 89 લાખ 60 હજાક 399 પહોંચ્યો હતો. ભારતમાં 73 દિવસ પછી કોરોના વાઈરસના સક્રિય કેસ 8 લાખ કરતા ઓછા હતા. દૈનિક પોઝિટિવિટી દર 3.24 છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ગુરુવારે ભારતમાં કોરોના વાઈરસ માટે 19 લાખ 29 હજાર 476 કોરોના ટેસ્ટ કરાયા હતા, ગઈકાલ સુધી કુલ 38 કરોડ 71 લાખ 67 હજાર 696 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.