- સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે
- દેશમાં રસીકરણનો કુલ આંકડો 23,90,58,360 પર પહોંચી ગયો છે
- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 12,31,415 છે
ન્યુ દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ કોરોનાની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે. પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ Corona Update: 24 ક્લાકમાં 1.06 લાખ નવા કેસ, 2,427 મોત
કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,75,04,126 થઇ છે
ભારતમાં કોરોનાના 92,596 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,90,89,069 થઇ છે. 2,219 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,53,528 પર પહોંચી ગઈ છે. 1,62,664 નવા ડિસ્ચાર્જ પછી, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,75,04,126 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 12,31,415 છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચોઃ Gujarat Corona Update: 778 પોઝિટિવ કેસ નોંધાયા, 11 દર્દીના મોત
મંગળવાર સુધીમાં કુલ 37,01,93,563 નમૂના પરીક્ષણો કરાયા
દેશમાં રસીકરણનો કુલ આંકડો 23,90,58,360 પર પહોંચી ગયો છે. ભારતમાં ગઈકાલે એટલે કે મંગળવારે કોરોના વાઇરસ માટે 19,85,967 નમૂના પરીક્ષણ કરાયા હતા, ગઈકાલ મંગળવાર સુધીમાં કુલ 37,01,93,563 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.