- છેલ્લા 24 કલાકમાં 3,460 દર્દીઓના મોત નીપજ્યાં છે
- દૈનિક સંક્રમણનો દર ઘટીને 8.02 ટકા થઈ ગયો
- સાપ્તાહિક સંક્રમણ દર 9.36 ટકા છે
ન્યુ દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જારી કરેલા આંકડા મુજબ, દૈનિક સંક્રમણનો દર ઘટીને 8.02 ટકા થઈ ગયો, જે સતત પાંચમા દિવસે 10 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 9.36 ટકા છે. સવારે આઠ વાગ્યા સુધી જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં બીમારીના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 3,25,972 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3,460 દર્દીઓના મોત નીપજ્યાં છે.
આ પણ વાંચોઃ 24 કલાકમાં કોરોનાના નવા 2.59 લાખ કેસ, 4,209 મૃત્યુ, જાણો રાજ્યોની સ્થિતિ
કુલ 34,31,83,748 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
મંત્રાલયે જણાવ્યું હતું કે, શનિવારે કોવિડ-19(Covid-19) માટે 20,63,839 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 34,31,83,748 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
કોવિડ-19(Covid-19)થી સ્વસ્થ થતા લોકોનો રાષ્ટ્રીય દર 91.25 ટકા છે
તેમણે જણાવ્યું હતું કે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 21,14,508 થઇ ગઇ છે, જે સંક્રમણના કુલ કેસના 7.58 ટકા છે. કોવિડ-19(Covid-19)થી સ્વસ્થ થતા લોકોનો રાષ્ટ્રીય દર 91.25 ટકા છે.
રોજ આવતા સંક્રમણના નવા કેસો 46 દિવસમાં સૌથી ઓછા
રોજ આવતા સંક્રમણના નવા કેસો 46 દિવસમાં સૌથી ઓછા છે. 13 એપ્રિલના રોજ, ભારતમાં મહામારીના 1,61,739 દર્દીઓ નોંધાયા હતા. આંકડા અનુસાર, આ બીમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 2,54,54,320 થઈ ગઇ છે, જ્યારે મૃત્યુ દર 1.17 ટકા છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ
ભારતે 4મેના રોજ બે કરોડ સંક્રમિતોનો ગંભીર આંકડો પાર કર્યો હતો
દેશમાં કોવિડ-19ના કેસ 7 ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ સુધી પહોંચી ગયા છે. તે જ સમયે, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડને પાર કરી ગયા હતા. ભારતે 4મેના રોજ બે કરોડ સંક્રમિતોનો ગંભીર આંકડો પાર કર્યો હતો.