- દેશમાં કોરોના વાઈરસના નવા 42,015 કેસ નોંધાયા
- 24 કલાકમાં 36,977 લોકો પણ કોરોનાથી સ્વસ્થ થયા
- છેલ્લા 24 કલાકમાં 3,998 મોત નીપજ્યાં
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 42,015 નવા કોરોના કેસ નોંધાયા છે અને 3,998 મોત નીપજ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 36,977 લોકો પણ કોરોનાથી સ્વસ્થ થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દૈનિક પોઝિટિવિટી દર 2.27 ટકા થયો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: Corona Update: 125 દિવસમાં સૌથી ઓછા કોરોના પોઝિટિવ કેસ
દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ચાર
દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ચાર લાખથીને પર પહોંચી ગઇ છે. કુલ 4 લાખ 7 હજાર લોકો હજી પણ સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.મહામારીની શરૂઆતથી જ ત્રણ કરોડ 12 લાખ 16 હજાર લોકોને સંક્રમિત થયા છે તેમાંથી 4 લાખ 18 હજાર 480 લોકોનાં મોત નીપજ્યાં છે. સારી વાત એ છે કે 3 કરોડ 3 લાખ 90 હજાર લોકો પણ સાજા થયા છે.
અત્યાર સુધીમાં આપમાં આવેલા કોરોના રસીનો ડોઝ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 20 જુલાઈ સુધી દેશભરમાં 41 કરોડ 54 લાખથી વધુ કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યા છે. ગત રોજ 34 લાખ 25 હજાર રસી આપવામાં આવી હતી. ત્યારે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) અનુસાર, અત્યાર સુધીમાં 44 કરોડ 91 લાખ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસમાં 18.52 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો કરાયા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.