- ભારતના સક્રિય કેસ 4,06,822 છે
- શનિવારે 17,22,221 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું
- 3,10,99,771 લોકો સાજા થયા
હૈદરાબાદ: કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ એક જ દિવસમાં 39,070 નવા કેસ, 491 મૃત્યુના કારણે ભારતના કોવિડ-19 કેસોની સંખ્યા 3,19,34,455, મૃત્યુઆંક 4,27,862 પર પહોંચી ગયો છે. રવિવારે સવારે ભારતના સક્રિય કેસ 4,06,822 છે. આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,10,99,771 થઈ ગઈ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
કુલ 48,00,39,185 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી
મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ભારતે છેલ્લા 24 કલાકમાં સંચાલિત 55,91,657 ડોઝ સહિત 50,68,10,492 રસી ડોઝનું સંચાલન કર્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર 7 ઓગસ્ટ સુધી કુલ 48,00,39,185 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. આમાંથી શનિવારે 17,22,221 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસની ચર્ચા, સુપ્રિટેન્ડેન્ટનો રદિયો
આ પણ વાંચો: INDIA CORONA UPDATE : 24 કલાકમાં 41 હજારથી વધુ નવા કેસ, 518ના મોત