- છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 44,643 નવા કેસ
- 464 લોકોના મોત થયા
- છેલ્લા 24 કલાકમાં 41,096 દર્દીઓ સ્વસ્થ થયા
નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 44,643 નવા કેસ નોંધાયા છે અને ચેપને કારણે 464 લોકોના મોત થયા છે. ગુરુવારે, કોરોના વાઇરસના 42,982 નવા કેસ નોંધાયા હતા અને 533 મૃત્યુ થયા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
છેલ્લા 24 કલાકમાં 41,096 દર્દીઓ સ્વસ્થ થયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 41,096 દર્દીઓ સ્વસ્થ થયા છે અને હાલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 3,10,15,844 છે. ભારતમાં કોરોના ચેપના કુલ કેસો વધીને 3,18,56,757 થઈ ગયા છે અને કુલ મૃત્યુની સંખ્યા 4,26,754 છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં રસીકરણની કુલ સંખ્યા 49,53,27,595 પર પહોંચી ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું હતું કે, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 16,40,287 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધી કુલ 47,65,33,650 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.