ETV Bharat / bharat

PP-15 પોઈન્ટ પરથી ચીન-ભારતે સૈન્ય પાછું ખેચ્યું, તણાવ ઘટવાના સંકેત - Ladakh LAC Indian Force

પૂર્વી લદ્દાખ પાસે સંવેદનશીલ (India-China Border) વિસ્તાર એવા ગોગરા-હોટસ્પ્રિંગ્સ (PP-15)માં ભારતીય અને ચીની સેનાએ પીછેહઠ શરૂ કરી દીધી છે. આ મહત્વપૂર્ણ પગલું ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોના પડકારને (India China Troop) દૂર કરી શકે છે. 'ETV ભારત'ના વરિષ્ઠ સંવાદદાતા સંજીબ કુમાર બરુઆ દ્વારા અહેવાલ.

PP-15 પોઈન્ટ પરથી ચીન-ભારતે સૈન્ય પાછું ખેચ્યું, તણાવ ઘટવાના સંકેત

author img

By

Published : Sep 9, 2022, 9:52 AM IST

નવી દિલ્હી: ભારત અને ચીનની સેનાએ (India-China troop) ગુરૂવારે એક મોટી ઘટનાનું એલાન કર્યું છે. પૂર્વી લદ્દાખમાં (Ladakh LAC Indian Force) આવેલા અને સંવેદનશીલ ગણાતા વિસ્તાર ગોગરા-હોટસ્પ્રિંગ્સથી પીછેહઠ કરવાનું શરૂ કર્યું છે. જે પેટ્રોલિંગ પોઈન્ટ પીપી 15માં (PP15 point Ladakh) બે વર્ષથી વધારે સમય સુધી સક્રિય રહ્યું હતું. આને કારણે પરસ્પર ઘર્ષણા ચાન્સ ઘટવાના પૂરતા એંઘાણ છે. આ સફળતા સાથે, ભારતને પૂર્વી લદ્દાખમાં લગભગ 130 ચોરસ કિલોમીટરની ખીણ ભારત દેશના એક ભાગ રૂપે મળી જશે.

સૈન્ય પાછું ખેચાયુંઃ બન્ને સેનાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, સૈન્ય પાછુંખેંચવાની પ્રક્રિયા જુલાઈમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોનાં 16માં રાઉન્ડનું પરિણામ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકના 16માં રાઉન્ડમાં સહમત થયા મુજબ, ભારતીય અને ચીની સૈનિકોએ તારીખ 8 સપ્ટેમ્બર, 2022ના રોજ ગોગરા-હોટસ્પ્રિંગ્સ (PP-15) વિસ્તારમાંથી સંકલિત અને આયોજનબદ્ધ રીતે પીછેહઠ કરી હતી." જે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા માટે સારું છે.' વાટાઘાટોનો 16મો રાઉન્ડ તારીખ 17 જુલાઈ 2022ના રોજ યોજાયો હતો. એ પછી આ ઘટના જોવા મળી છે.

ઉકેલ આવશે તોઃ જો પીપી 15નો પ્રશ્ન ઉકેલાઈ જશે તો માત્ર સંવેદનશીલ ડેપસાંગ અને ડેમચોક વિસ્તારો જ બાકી રહેશે જે હજુ ઉકેલવાના બાકી છે. પરંતુ મોટો તફાવત એ છે કે ડેપસાંગ અને ડેમચોક અગાઉના મુદ્દા છે. PP-15 ની મુશ્કેલીઓ 2020 પછી શરૂ થઈ હતી. જ્યારે PLA લગભગ 2-4 કિમી નીચે કુગરાંગ નદીની ખીણમાં 'ઘૂસી' ગયું હતું. જેણે PP 15 અને PP 16 સુધી ભારતીય પેટ્રોલિંગને અસરકારક રીતે અટકાવ્યું. ચીની 'પ્રવેશ'ના પરિણામે ખીણના લગભગ 130 ચોરસ કિલોમીટર સુધી ભારતીય પ્રવેશ પ્રતિબંધીત કરી દેવામાં આવ્યો હતો

બે સૈન્ય સામસામેઃ આના પરિણામે, બંને બાજુના સૈનિકો PP-15 પર સામસામે સામસામે આવવાનું ચાલુ રાખ્યું હતુ. જે ચ્યુંગ ચેઓન્મો ખીણના સામાન્ય વિસ્તારમાં સ્થિત છે. જેને ત્સોગ ત્સાલુ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિવાદિત ગરમ પાણીના ઝરણા અને ગોગરા પણ આ ભાગમાં આવેલા છે. મે 2020થી પૂર્વ લદ્દાખમાં સરહદ પર ભારત અને ચીનના સશસ્ત્ર દળો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. પૂર્વ લદ્દાખ વિવાદમાં ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવા માટે ભારત અને ચીને અત્યાર સુધીમાં સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોના અનેક રાઉન્ડ કરી લીધા છે. બન્ને પક્ષો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટોના પરિણામે કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચાયા છે. હાલમાં બંને દેશોના LAC પર લગભગ 50,000 થી 60,000 સૈનિકો સંવેદનશીલ સેક્ટરમાં તૈનાત છે.

તણાવ ઘટવાના સંકેતઃ ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનના લગભગ એક અઠવાડિયા પહેલા દળોને પાછા ખેંચવાની પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપશે. એવી અટકળો છે કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ શકે છે. જો કે, આવી શક્યતા વિશે કોઈ સત્તાવાર માહિતી નથી.ચોક્કસપણે આ ઘટનાક્રમ તણાવ ઘટવાના સંકેત છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે વિશ્વ વ્યવસ્થા બદલાઈ રહી છે કારણ કે યુએસની આગેવાની હેઠળના બ્લોક અને ઉભરતા રશિયા-ચીન અક્ષ બંને સંઘર્ષમાં વ્યસ્ત છે.

સીમાનો મુદ્દો આંતરિક: 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુક્રેન-રશિયા સંઘર્ષ પછી ઘણું બદલાઈ ગયું છે. સ્વાભાવિક છે કે ભારત-ચીનનું આ પગલું વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી એશિયાના બે પડોશીઓ વચ્ચેના તણાવને ઘટાડશે. ભારતે હંમેશા કહ્યું છે કે સીમાનો મુદ્દો આંતરિક રીતે દ્વિપક્ષીય સંબંધો અને સામાન્ય સંબંધો સાથે જોડાયેલો છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે સરહદ વિવાદ ઉકેલાય. તાજેતરની ઘટનાઓ ભારતીય સ્થિતિની સ્વીકૃતિ તરફ નિર્દેશ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.