- દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રસીકરણ શરૂ
- પહેલા દિવસે દેશમાં રેકોર્ડ બ્રેક રસીકરણ થયું
- વડાપ્રધાને દેશને પાઠવી શુભકામનાઓ
ન્યૂઝ ડેસ્ક: સોમવાર 21 જૂનથી દેશમાં 18 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને મફતમાં રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત કોવિન વેબસાઇટ પર પ્રકાશિત થયેલા આંકજ પહેલા જ દિવસે 75 લાખ લોકોને રસી આપવામાં આવી.
ટ્વિટ કરીને આપી શુભકામનાઓ
વડાપ્રધાનો મોદીએ રસીકરણ અંગે ખુશી જાહેર કરતાં ટ્વિટ કર્યું હતું કે આજે આજે રેકોર્ડ બ્રેક રસીકરણ ખુશ કરી રહ્યું છે.કોવિડ - 19 સામે લડવા માટે વેક્સિન જ સૌથી મજબૂત હથિયાર છે.
વડાપ્રધાને એવો પણ ઉલ્લેખ કર્યો કે જેમણે રસી લીધી છે તે બધાને અભિનંદન અને ફ્રન્ટ લાઇન વોરિયરને પણ અભિનંદન જેમણે એ વાતનું ધ્યાન રાખ્યું કે તમામ નાગરિકોને રસી મળે.
7 વાગ્યા સુધીમાં 78,75,334એ લીધી રસી
cowin.gov.in પર રજીસ્ટ્રેશન કર્યા જ લોકો કોવિડની રસી લઇ શકે છે. આથી આ આંકડા અનુસાર દેશમાં 78,75,334 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારથી દેશમાં કોવિડ - 19 રસીકરણ શરૂ કરવામાં આવ્યું ત્યારથી એક જ દિવસમાં સૌથી વધારે લોકોને રસી આપવાનો રેકર્ડ સોમવારે નોંધાયો છે.
16મી જાન્યુઆરીથી દેશમાં શરૂ થયું રસીકરણ
ભારતમાં કોવિડ -19ની રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021થી શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સૌથી પહેલાં ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી હતી. 1 માર્ચ થી 60 વર્ષથી વધુના લોકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે પછી 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે ઘણા રાજ્યોમાં રસની અછતના કારણે આ અભિયાન શરૂ કરી શકાયું ન હતું. જો કે 7 જૂને વડાપ્રધાને 21 જૂનથી રસીકરણની જાહેરાત કરી હતી.