ETV Bharat / bharat

ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરી રહ્યા હોવાની ચર્ચા, 28 મહિના પછી બંને દેશે આપ્યા ડિપ્લોમેટિક વિઝા

ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 જૂન સુધી એસાઈન્મેન્ટ આવેદન પર વિઝા જાહેર કરવા માટે એક સમજૂતી થવાની સંભાવના છે. ત્યારબાદ બંન દેશ એકબીજાના રાજદ્વારીઓ માટે વિઝા જાહેર કરી શકે છે.

ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરી રહ્યા હોવાની ચર્ચા, 28 મહિના પછી બંને દેશે આપ્યા ડિપ્લોમેટિક વિઝા
ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરી રહ્યા હોવાની ચર્ચા, 28 મહિના પછી બંને દેશે આપ્યા ડિપ્લોમેટિક વિઝા
author img

By

Published : Aug 25, 2021, 10:48 AM IST

  • ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરી રહ્યા હોવાની ચર્ચા
  • 28 મહિના પછી બંને દેશે આપ્યા ડિપ્લોમેટિક વિઝા
  • બંને દેશ વર્ષ 2019થી સંબંધોને સામાન્ય બનાવવાની માગ કરી રહ્યા છે

નવી દિલ્હીઃ ઈસ્લામાબાદ અને નવી દિલ્હીએ 28 મહિનાના સમયગાળા પછી એકબીજાના રાજદ્વારીઓને એસાઈન્મેન્ટ વિઝા આપવામા આવ્યા છે. કારણ કે, બંને દેશ વર્ષ 2019થી સંબંધોને સામાન્ય બનાવવાની માગ કરી રહ્યા છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાને તાજેતરના સપ્તાહોમાં એકબીજાના રાજદ્વારી કર્મચારીઓની મોટી સંખ્યામાં એસાઈન્મેન્ટ વિઝા આપ્યા છે.

આ પણ વાંચો- 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની કહાની, વિરાંગનાઓની જુબાની

પાકિસ્તાને 33 ભારતીય અધિકારીઓને વિઝા આપ્યા છે

બંને દેશે આ વર્ષે 15 માર્ચ સુધી જમા કરાવવામાં આવેલા તમામ આવેદનો પર વિઝા આપ્યા છે. પાકિસ્તાને 33 ભારતીય અધિકારીઓને વિઝા આપ્યા છે. જ્યારે 7 પાકિસ્તાની રાજદ્વારીઓને ભારતથી એસાઈન્મેન્ટ વિઝા મળ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 જૂન સુધી એસાઈન્મેન્ટ આવેદનો પર વિઝા આપવા માટે એક સમજૂતીની સંભાવના છે. ત્યારબાદ બંને દેશ એકબીજાના રાજદ્વારીઓ તરફથી વિઝા આપી શકે છે. તમામ દેશ અન્ય દેશોના રાજદ્વારીઓ અને દૂતાવાસના કર્મચારીઓને એસાઈન્મેન્ટ વિઝા આપે છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થતા પાકિસ્તાન-અફઘાનિસ્તાનની ODI Series રદ

દુબઈમાં બંને દેશની ઈન્ટેલિજન્સના ઉચ્ચ અધિકારીઓએ ગુપ્ત વાતચીત કરી હતી

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં બંને દેશની ઈન્ટેલિજન્સના ઉચ્ચ અધિકારીઓએ દુબઈમાં ગુપ્ત વાતચીત કરી હતી. આગામી કેટલાક મહિનાઓમાં સંબંધોને સામાન્ય કરવા માટે એક સામાન્ય રોડમેપના ઉદ્દેશથી મુત્સદ્દીગિરીના એક બેક ચેનલને ફરી ખોલવામાં આવ્યા છે. પછી ફેબ્રુઆરીમાં બંને દેશની સેનાએ અનપેક્ષિત સંયુક્ત યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

માર્ચ મહિનામાં પાકિસ્તાનના કમર જાવેદ બાજવાએ ભૂતકાળને ભૂલવા આહ્વાન કર્યું હતું

વોશિંગ્ટનમાં સંયુક્ત અરબ અમિરાત (UAE)ના દૂતે એપ્રિલમાં પુષ્ટિ કરી હતી કે, ખાડી રાજ્ય ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરી રહ્યું હતું, જેથી પરમાણું-સશસ્ત્ર પ્રતિદ્વંધીઓને સ્વસ્થ અને કાર્યાત્મક સંબંધ સુધી પહોંચવામાં મદદ મળી શકે. રાજદૂત યુએફ અલ ઓતૈબાએ સ્ટેનફર્ડ યુનિવર્સિટીના હુવર ઈન્સ્ટિટ્યૂશનની સાથે એક આભાસી ચર્ચામાં કહ્યું હતું કે, UAEએ કાશ્મીરને નીચે લાવવા અને યુદ્ધવિરામ બનાવવામાં એક ભૂમિકા નિભાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, હોઈ શકે છે કે તે સૌથી સારા મિત્ર ન બને, પરંતુ અમે તેને એ સ્તર સુધી લઈ જવા માગીએ છીએ, જ્યાં આ કામ કરી રહ્યું છે. જ્યાં આ કામ કરી રહ્યું છે, જ્યાં તે એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ વર્ષે માર્ચમાં એમી સ્ટાફના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ભારત અને પાકિસ્તાને 'ભૂતકાળને ભૂલી જવા' અને સહયોગથી આગળ વધવાનું આહ્વાન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.