- ભારતે કોરોનાની વેક્સિનના 100 કરોડ ડોઝ આપી ઉપલબ્ધિ મેળવી
- ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વેક્સિનેશનનો આંકડો 6,76,87,913એ પહોંચ્યો
- ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી સૌથી વધુ 12,21,60,335 વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે
અમદાવાદઃ ભારત દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને આંબી ગયો છે. ત્યારે ભારતે ફરી એક વાર નવી ઉપલબ્ધિ હાંસલ કરી છે. બીજી તરફ ગુજરાતે પણ કુલ વસતીના 90 ટકાથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન (Corona vaccination) કરીને દેશવ્યાપી વેક્સિનેશન મિશનમાં પૂરો સહકાર આપ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાની વેક્સિનના કુલ 6,76,87,913 ડોઝ અપાઈ ચૂક્યા છે, જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં કોરોનાની વેક્સિનના 90,52,909 ડોઝ અપાયા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કોરોના વેક્સિનેશનની (Corona vaccination) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો આવો જાણીએ કે ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલું વેક્સિનેશન થયું.
ગુજરાતમાં 90 ટકાથી વધુનું વેક્સિનેશન પૂર્ણ
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કુલ વેક્સિનેશનમાં પુરુષોને કોરોનાની વેક્સિનના 3,69,99,703 ડોઝ અપાયા છે. જ્યારે મહિલાઓને 3,06,76,694 વેક્સિનના ડોઝ અપાયા છે. જ્યારે રાજ્યમાં 18થી 44 વર્ષની વયના લોકોને કોરોનાની વેક્સિનના 3,83,01,599 ડોઝ આપવામાં આવ્યા છે. તો 45થી 60 વર્ષની વયના લોકોને કોરોનાની વેક્સિનના 1,81,89,785 ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 60 વર્ષની વધુ વયના લોકોને કોરોનાની વેક્સિનના 1,11,96,529 ડોઝ અપાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં ક્યાં કેટલું વેક્સિનેશન થયું?
શહેર/જિલ્લા | કુલ વેક્સિનેશન |
અમદાવાદ | 90,52,909 |
સુરત | 70,74,725 |
વડોદરા | 42,59,423 |
રાજકોટ | 33,74,695 |
ભાવનગર | 25,02,022 |
બનાસકાંઠા | 31,70,863 |
આણંદ | 22,92,622 |
ખેડા | 22,13,547 |
મહેસાણા | 21,82,188 |
દાહોદ | 20,61,444 |
કચ્છ | 20,13,739 |
વલસાડ | 18,69,241 |
સુરેન્દ્રનગર | 16,81,627 |
ભરૂચ | 17,87,215 |
પંચમહાલ | 16,57,506 |
નવસારી | 15,49,711 |
જૂનાગઢ | 19,42,570 |
સાબરકાંઠા | 15,22,169 |
અમરેલી | 14,14,578 |
પાટણ | 13,24,543 |
ગાંધીનગર | 18,21,424 |
મહીસાગર | 12,51,064 |
અરવલ્લી | 11,92,892 |
ગીર સોમનાથ | 11,50,239 |
છોટાઉદેપુર | 10,21,918 |
જામનગર | 16,92,585 |
મોરબી | 9,29,186 |
તાપી | 7,87,416 |
દેવભૂમિ દ્વારકા | 7,75,505 |
નર્મદા | 6,74,070 |
પોરબંદર | 6,55,492 |
બોટાદ | 5,83,529 |
ડાંગ | 2,05,256 |
આ પણ વાંચો- 100 crore vaccination : દેશનો સૌથી મોટો ખાદીનો તિરંગો લાલ કિલ્લા પર ફરકાવાશે
આ પણ વાંચો- ભારતે રચ્યો ઇતિહાસ: 100 કરોડ કોરોના રસીના ડોઝનો આંકડો પાર