ETV Bharat / bharat

Ind vs SAની આજે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે

વિરાટ કોહલીની (INDIA VS SOUTH AFRICA 1ST TEST MATCH) આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 26 ડિસેમ્બરે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચ (IND vs SA Test Match) રમશે. ભારત આજ સુધી દક્ષિણ આફ્રિકામાં એક પણ ટેસ્ટ (Ind vs SA) સીરીઝ જીતી શક્યું નથી, આવી સ્થિતિમાં તેની નજર આ વખતે ઈતિહાસ રચવા પર છે.

Ind vs SAની આજે પ્રથમ ટેસ્ટ મેચ, જાણો ક્યારે અને ક્યાં જોવાશે?

author img

By

Published : Dec 26, 2021, 1:07 PM IST

હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ (INDIA VS SOUTH AFRICA 1ST TEST MATCH) 26 ડિસેમ્બરથી (IND vs SA Test Match) રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બોક્સિંગ ડે ટેસ્ટ જીતીને વધતા ઈરાદા સાથે સીરીઝમાં પ્રવેશ કરશે, જેથી તે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા તરફ આગળ વધી શકે. ઉલ્લેખનીય એ છે કે, ભારત આજ સુધી આફ્રિકામાં એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી, બીજી તરફ, દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયનમાં પોતાનો શાનદાર રેકોર્ડ જાળવી રાખવા માંગશે, આ મેદાન પર આફ્રિકાએ 26માંથી 21 ટેસ્ટ મેચ જીતી છે. આફ્રિકા અહીં માત્ર 2 વાર હાર્યું છે.

ભારત પોતાનો રેકોર્ડ સુધારવા માંગે છે

ભારત તરફથી કેએલ રાહુલ (Indian Vice Captain kL Rahul) અને મયંક અગ્રવાલ ઇનિંગની શરૂઆત કરશે. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહના આવવાથી ટીમ ઈન્ડિયાની બોલિંગમાં એક ધાર આવી ગઈ છે. સપ્ટેમ્બરથી બન્નેએ એક સાથે ટેસ્ટ મેચ રમી નથી. ભારતે 2018માં દક્ષિણ આફ્રિકામાં છેલ્લી ટેસ્ટ સીરીઝ રમી હતી, આ સીરીઝમાં ભારતને 2-1થી હાર મળી હતી. ભારત દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ મેચ જીત્યું છે. ભારત પોતાનો રેકોર્ડ સુધારવા માંગે છે.

લાઈવ ટેલિકાસ્ટ ક્યાં અને કેટલા જોવું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. ટોસ મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે 1:00 વાગ્યે (Live Streaming) થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ (Live Telecast) શકાશે. હિન્દી-અંગ્રેજી ઉપરાંત, તે અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો:

IND vs SA Test Match : રાહુલે પાંચ બોલરો સાથે રમવાનો સંકેત આપ્યો, રહાણે-અય્યર વચ્ચે નિર્ણય લેવો મુશ્કેલ રહેશે

Indian team tour of South Africa: ભારતીય બેટ્સમેનો દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરોને સંભાળવામાં સક્ષમઃ ચેતેશ્વર પૂજારા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.