નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની તૈયારીઓ મજબૂત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ શનિવારે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી.
-
#TeamIndia are back in the nets and prepping 🆙 for the 2nd Test in Cape Town👌👌#SAvIND pic.twitter.com/zcY5J0FafW
— BCCI (@BCCI) December 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TeamIndia are back in the nets and prepping 🆙 for the 2nd Test in Cape Town👌👌#SAvIND pic.twitter.com/zcY5J0FafW
— BCCI (@BCCI) December 31, 2023#TeamIndia are back in the nets and prepping 🆙 for the 2nd Test in Cape Town👌👌#SAvIND pic.twitter.com/zcY5J0FafW
— BCCI (@BCCI) December 31, 2023
પ્રેક્ટિસનો વિડિયો શેર કરવામાં આવ્યો : બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ટીમના પ્રેક્ટિસ સેશનનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે BCCIએ લખ્યું કે, 'ટીમ ઈન્ડિયા નેટ્સમાં પરત આવી ગઈ છે અને કેપટાઉનમાં બીજી ટેસ્ટની તૈયારી કરી રહી છે'.
ટીમ ઈન્ડિયાએ મેદાન પર પરસેવો પાડ્યો : આ વીડિયોની શરૂઆતમાં યશસ્વી જયસ્વાલ જોવા મળે છે. તે નેટ્સમાં પણ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. તેના સિવાય કેપ્ટન રોહિત શર્મા પણ નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને મુકેશ કુમાર નેટ્સમાં બોલિંગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર રહેલો રવિન્દ્ર જાડેજા પણ નેટમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.
જિતના ઇરાદે મેદાનમાં ઉતરશે : આ તમામ ખેલાડીઓ કોચ રાહુલ દ્રવિડ સાથે પણ વાત કરી રહ્યા છે. જાડેજાએ બેટિંગ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન સાથે નેટ્સમાં સ્પિન બોલિંગ પણ કરી હતી. ટીમમાં સામેલ અભિમન્યુ ઇશ્વરન પણ નેટમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે એક દાવ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચોની આ શ્રેણીમાં 1-0થી પાછળ છે.