નાગપુર: ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ 16મી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. ટેસ્ટ મેચમાં T20, ODI અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.
-
Milestone Unlocked 🔓
— BCCI (@BCCI) February 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A special landmark 👏 🙌@ImRo45 becomes the first Indian to score hundreds across Tests, ODIs & T20Is as #TeamIndia captain 🔝 pic.twitter.com/YLrcYKcTVR
">Milestone Unlocked 🔓
— BCCI (@BCCI) February 10, 2023
A special landmark 👏 🙌@ImRo45 becomes the first Indian to score hundreds across Tests, ODIs & T20Is as #TeamIndia captain 🔝 pic.twitter.com/YLrcYKcTVRMilestone Unlocked 🔓
— BCCI (@BCCI) February 10, 2023
A special landmark 👏 🙌@ImRo45 becomes the first Indian to score hundreds across Tests, ODIs & T20Is as #TeamIndia captain 🔝 pic.twitter.com/YLrcYKcTVR
શર્મા પાંચ મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત: ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય બોલરોની સામે ટકી શકી ન હતી. રવીન્દ્ર જાડેજાની સ્પિનમાં કાંગારુઓ એવી રીતે ફસાઈ ગયા કે તેઓ 177 રન જ કરી શક્યા હતા. રોહિત શર્માની ટેસ્ટ કરિયર રોહિત શર્મા 46મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેમણે ટેસ્ટમાં 9 સદી અને 1 બેવડી સદી પણ ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 212 નોંધાયો છે. રોહિત શર્મા પાંચ મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. વર્ષ 2022ના અંતમાં જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે હતી ત્યારે ઈજાના કારણે તેને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે હાલ તેઓ એકદમ ફિટ છે.
આ પણ વાંચો: આજથી મહિલા T20 વર્લ્ડ કપનો આરંભ, પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા
ધોની સફળ ભારતીય કેપ્ટન: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ધોનીએ સૌથી વધુ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ ધોનીની કપ્તાનીમાં કુલ 13 મેચ રમી જેમાંથી 8 મેચ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી છે. ધોની બાદ આ ટ્રોફીમાં અજિંક્ય રહાણે સફળ કેપ્ટન રહ્યો છે. રહાણેની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ કુલ 4 મેચ રમી છે જેમાંથી 3માં જીત મેળવી છે.
આ પણ વાંચો: IND vs AUS: કેએસ ભરતે અપાવી ધોનીની યાદ, ભારતને અપાવી મહત્વપૂર્ણ સફળતા
ટોડ મર્ફીની શાનદાર બોલિગ: ટોડ મર્ફીની સ્પિનમાં ફસાયેલા ભારતીય બેટ્સમેન ટોડ મર્ફીએ બીજા દિવસે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. અશ્વિન (23)ને 41મી ઓવરમાં ટોડ મર્ફીએ આઉટ કર્યો હતો. અશ્વિન બાદ મેદાન પર આવેલો ચેતેશ્વર પૂજારા વધુ સમય મર્ફી સામે સાત રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ વિરાટ કોહલી (12) પણ કેચ આપી આઉટ થઈ ગયો હતો.