અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી મેચ આજે ગુરુવારે રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારત અત્યારે 2-1થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મેચની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે રથ પર ઉભા રહીને આખા મેદાનમાં ચક્કર મારી હતી. બંને વડાપ્રધાનોએ પણ રથ પર સવાર થઈને સ્ટેડિયમમાં બેઠેલા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. લોકોએ પણ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું. બંને વડાપ્રધાનોએ મેદાનમાં રમતા ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે.
-
Incredible moments 👏👏
— BCCI (@BCCI) March 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese take a lap of honour at the Narendra Modi Stadium in Ahmedabad@narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS | @GCAMotera pic.twitter.com/OqvNFzG9MD
">Incredible moments 👏👏
— BCCI (@BCCI) March 9, 2023
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese take a lap of honour at the Narendra Modi Stadium in Ahmedabad@narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS | @GCAMotera pic.twitter.com/OqvNFzG9MDIncredible moments 👏👏
— BCCI (@BCCI) March 9, 2023
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese take a lap of honour at the Narendra Modi Stadium in Ahmedabad@narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS | @GCAMotera pic.twitter.com/OqvNFzG9MD
બન્ને દેશના વડાપ્રધાનનું સ્વાગત કરાયું : ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, BCCI પ્રમુખ રોજન બિન્ની અને BCCI સચિવ જય શાહે સ્ટેડિયમમાં બંને દેશોના વડા પ્રધાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો આઝાદી બાદથી ઘણા સારા રહ્યા છે. તેની યાદ અપાવવા માટે બંને વડાપ્રધાનોને ભેટ આપવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રેમ આર્ટ કરાવીને પોતાનું ચિત્ર ગિફ્ટ કર્યું છે. જય શાહે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝને સ્મૃતિચિહ્ન તરીકે એક ફ્રેમ કરેલ ફોટો આપ્યો છે. બુધવાર 8 માર્ચે ઓસ્ટ્રેલિયન પીએમએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પીએમએ પણ રાજભવનમાં હોળી રમી હતી. એન્થોની અલ્બેનીઝ ભારતની ચાર દિવસીય મુલાકાતે છે.
-
A special welcome & special handshakes! 👏
— BCCI (@BCCI) March 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese meet #TeamIndia & Australia respectively. @narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS pic.twitter.com/kFZsEO1H12
">A special welcome & special handshakes! 👏
— BCCI (@BCCI) March 9, 2023
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese meet #TeamIndia & Australia respectively. @narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS pic.twitter.com/kFZsEO1H12A special welcome & special handshakes! 👏
— BCCI (@BCCI) March 9, 2023
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese meet #TeamIndia & Australia respectively. @narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS pic.twitter.com/kFZsEO1H12
વડાપ્રધાન મોદી ટીમના તમામ ખેલાડીઓને મળ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને મળ્યા અને રોહિત શર્માએ ટીમના અન્ય ખેલાડીનો પરિચય કરાવ્યો હતો. પીએમ મોદીએ સૂર્યા, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, ઈશાન કિશન, શુભમન ગિલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોનીએ કેપ્ટન સ્ટીવ સ્મિથ સાથે હાથ મિલાવીને ટીમના અન્ય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી