અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રને હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. મધ્યપ્રદેશના ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે હારી ગઈ હતી. ત્રણેય મેચ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ.
-
Lunch on Day 1 of the 4th #INDvAUS Test!
— BCCI (@BCCI) March 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
2️⃣ wickets in the session for #TeamIndia
A scalp each for @ashwinravi99 and @MdShami11 👌
Scorecard ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/mm7gvjUye3
">Lunch on Day 1 of the 4th #INDvAUS Test!
— BCCI (@BCCI) March 9, 2023
2️⃣ wickets in the session for #TeamIndia
A scalp each for @ashwinravi99 and @MdShami11 👌
Scorecard ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/mm7gvjUye3Lunch on Day 1 of the 4th #INDvAUS Test!
— BCCI (@BCCI) March 9, 2023
2️⃣ wickets in the session for #TeamIndia
A scalp each for @ashwinravi99 and @MdShami11 👌
Scorecard ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/mm7gvjUye3
ઓસ્ટ્રેલિયન ટીમ લંચ સુધી - 75/2 (29): અમદાવાદ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ 32 અને માર્નસ લાબુશેન 3 રન બનાવીને આઉટ થયા હતા. પહેલા અશ્વિને હેડને આઉટ કર્યો હતો. ત્યારબાદ શમીએ લાબુશેનનો શિકાર કર્યો. હાલમાં સ્ટીવ સ્મિથ 2 રન અને ઉસ્માન ખ્વાજા 27 રન પર અણનમ છે.
-
PM Narendra Modi and Australian PM Anthony Albanese watched the game on the first day of the final Test match of #BorderGavaskarTrophy2023 today, at Narendra Modi Stadium, Ahmedabad, Gujarat.
— ANI (@ANI) March 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Some more pictures from the stadium, earlier today. pic.twitter.com/6CIs7Mq7ZM
">PM Narendra Modi and Australian PM Anthony Albanese watched the game on the first day of the final Test match of #BorderGavaskarTrophy2023 today, at Narendra Modi Stadium, Ahmedabad, Gujarat.
— ANI (@ANI) March 9, 2023
Some more pictures from the stadium, earlier today. pic.twitter.com/6CIs7Mq7ZMPM Narendra Modi and Australian PM Anthony Albanese watched the game on the first day of the final Test match of #BorderGavaskarTrophy2023 today, at Narendra Modi Stadium, Ahmedabad, Gujarat.
— ANI (@ANI) March 9, 2023
Some more pictures from the stadium, earlier today. pic.twitter.com/6CIs7Mq7ZM
બેટિંગ કરવાનો નિર્ણય: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 4 મેચની સીરીઝની આ છેલ્લી અને મહત્વપૂર્ણ મેચ છે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને તક આપવામાં આવી હતી.ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: IND vs AUS: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓને આખરી ઓપ, મુખ્યપ્રધાને સમીક્ષા કરીને કર્યા સૂચનો
ટોસ પહેલા પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિઝે તેમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ પણ આપી હતી. ગોલ્ફ કાર્ટમાં બેસીને બંને વડાપ્રધાનોએ સ્ટેડિયમનું નિરીક્ષણ પણ કર્યું હતું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 75 વર્ષની મિત્રતાનું સ્મારક પણ બની રહી છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (WK), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન.