- આયુર્વેદથી રાખો પોતાની જાતની સ્વસ્થ્ય
- શારિરીક, માનસિક અને સામાજીક સ્વાસ્થ્ય જરૂરી
- નાની-નાની પ્રેક્ટીસથી વધારો તમારી રોગ પ્રતિકારત શક્તિ
ન્યુઝ ડેસ્ક : વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારતના આયુર્વેદિક એક્સપર્ટનું કહેવું છે કે , આરોગ્યએ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે અને માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી નથી.", ડો પી પી વી રંગનાયકુલુ જે આયુર્વેદનો ઇતિહાસમાં પી.એચ.ડી. કરી રહ્યા છે તે ઉલ્લેખ કરે છે કે આયુર્વેદમાં પણ સારા આરોગ્યનું આ જ રીતે સમાન વર્ણન છે. તેઓ આગળ જણાવે છે કે, “શરીરના બધા બંધાતા પરિબળો અને શારીરિક કાર્યોમાં મદદ કરવા માટેની મહત્વપૂર્ણ શક્તિઓ, તે બધાને સંતુલન હોવું જરૂરી છે. બે મહત્વના પરીબળ છે આયુર્વેદમાં,
સ્વાસ્થ્યનું જતન
રોગોની સારવાર
આયુર્વેદએ દવાઓ વિશે ઐતિહાસિક અભ્યાસ છે અને તે પોતાની રીતે દવાઓ બનાવે પણ છે. આયુર્વેદએ મોટે ભાગે સારવાર માટે ખાન-પાન પર ધ્યાન આપે છે. જ્યારે દવાઓ પછીથી ફાર્માસ્યુટિકલ તૈયારીઓ દ્વારા બનાવવામાં આવી હતી, જે રોજિંદા ખોરાકમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. ખોરાક શરીરને પોષણ આપે છે અને દવાઓ મહત્વપૂર્ણ શક્તિઓ અથવા દોષોને સુધારે છે.
તેથી જ આરોગ્યની સ્વાસ્થ્યતા વિશે વાત કરતા, વિશ્વ આરોગ્ય દિવસ પર, જે સ્વસ્થ વિશ્વ નિર્માણ’ થીમ સાથે ચાલે છે. ETV Bharat સુખીભવની ટીમે આયુર્વેદિક ડો. રજ્યલક્ષ્મી માધવન જે એમડી છે આયુર્વેદમાં અને પ્રોફેસર છે AMD આયુર્વેદિક કોલેજ હૈદરાબાદમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેમની સાથે આપણુ સ્વાસ્થ્ય કેવી રીતે સારી રીતે જાળવી શકાય તે અંગે વાત કરી.
એકંદરે જાળવણી
આયુર્વેદ સાથે સ્વાસ્થ્ય
ડો. રાજ્યલક્ષ્મીએ 4 રસ્તાઓ જણાવ્યા કે કેવી રીતે આપણે સ્વાસ્થ્યવર્ધક જીવન જીવી શકીએ. અહીંયા કેટલીક સૂચનાઓ છે જે તમે તમારા જીવનમાં ઉતારી શકો છો.
દિન ચર્યા:
- દાતણ : તમારા દિવસની શરૂઆત તમારી લીમડાના દાતણ સાથે કરવી જોઇએ અને જો આ સંભવ ન હોય તો તમારે ટૂથપેસ્ટથી દાંત સાફ કરવા જોઇએ જેનામાં કુદરતી તત્વો હોય અથવા જેનામાં ઓછા રસાયણો હોય. તમે ટૂથ પાઉડર પણ વાપરી શકો છો, જે આસાનીથી બજારમાં મળી જાય છે.
- ઓઇલ પુલીંગ : મૌખિક સ્વચ્છતાના નિયમિત પછી, કવલા અથવા ગાંડુશ ક્રિયાનો અભ્યાસ કરો. જેમકે નારયણ માંથી તેલ કાઢો. તે સિનુસાઇટિસ જેવી સમસ્યાઓમાં મદદ કરે છે, દ્રષ્ટી સમસ્યા વગેરે. તમે નિયમિત રૂપે નાકમાં દવાયુક્ત તેલના થોડા ટીપાંને નાખી શકો છો.
- કસરત: તમારા દિવસની શરૂઆત કસરતથી થાય તે ઉત્તમ છે. તમે યોગા કરી શકો છો, ધ્યાન કરી શકો છો અને બીજી પણ ઘણી કસરત કરી શકો છો જે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારશે.
- અભયંગા: કસરત પછી તમે તમારા શરીરને જાતે જ મસાજ તલના તેલ વડે કરી શકો છો.
- સ્નાન: અભયંગા પછી હુફાળા પાણીથી નાહવાનું રાખો. વધારે પડતા ઠંડા કે ગરમ પાણીથી નાહવાનું નકારો
- ભોજન: આખો દિવસ સાત્વિક જમણ લો. જે ખાવાનું જલ્દીથી પચી જાય તેવો આહાર લો અને તમારા રોજના ભોજનમાં સીઝનલ ફ્રુટ અને શાકભાજીનો સમાવેશ કરો.
- ભોજન પછી ચાલો : ભોજન પછી એક નાનો ચક્કર મારી લો. ચક્કરમાં 100 પગલા લેવોનો પ્રયાસ કરો અથવા 5 મિનીટ બપોરે અને રાતે જમ્યા પછી ચાલો.
- પગનો મસાજ: રાતે સુતા પહેલા તમારા પગનો 2થી 3 મિનીટ માટે મસાજ કરો. મસાજ માટે તલનું અથવા નારયેણનું તેલ વાપરો. આ તમને આરામ આપશે,
- સારી રીતે ઉંઘ લો : પગના મસાજ પછી, 8 કલાકની સારી ઉંઘ લો. સારી ઉંઘ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. દિવસ દરમિયાન ઉંઘવાનું ટાળો, માત્ર ઉનાળમાં તમે બપોરના ભોજન પછી પાવર સ્લીપ લઈ શકો છો.
ઋતુચર્યા:
આયુર્વેદમાં 6 ઋતુઓ માટે અમુક ક્રિયાઓ કરવાની જણાવી છે જેમકે,
- હેંમત ઋતુ
- શિરીષ ઋતુ
- વંસત ઋતુ
- ગ્રીષ્મ ઋતુ
- વર્ષા ઋતુ
- શરદ ઋતુ
આ દરેક ઋતુ દરમિાયન અલગ અલગ ક્રિયાઓ છે જે તમને સ્વસ્થ્ય રહેવામાં મદદ કરે છે.
આચાર્ય રસાયણ
પોતાના માનસિક સ્વાથ્યને જાળવવા માટે આ ખુબ જ જરૂરી છે, જે તમારા આખા સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે , જે સમાવેશ કરે છે,
- હંમેશા સાચું બોલો અને વડિલોનું આદર કરો.
- તમારી લાગણીઓ અને ગુસ્સા પર કાબૂ રાખો
- ઈર્ષા, તિરસ્કાર જેવી ભાવનાઓને પોતાનાથી દૂર રાખવી જોઈએ.
- તણાવ, ચિંતા અને વધારે પડતા વિચારો ન કરવા જોઈએ.
- ધીરજ અને પોતાના પર કાબૂ રાખવો જોઈએ.
- કોઈ પણ જાતના વ્યસન, હિંસા જેવી વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ જેનાથી બીજાને નુક્શાન પહોંચે.
મૂળભૂત રીતે, તેમાં સામાજિક, શારીરિક, ધાર્મિક અને વ્યવસાયિક આચારસંહિતાનો સમાવેશ થાય છે, આ બધી વસ્તુઓનો તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે અને તમારે આ ન ભલવું જોઈએ કે ખરાબ માનસિક સ્વાસ્થ્ય તમારી રોગ પ્રતિકારક શક્તિને ઓછી કરી શકે છે.
કુદરતી રીતે આવવા દો
તે ઘણું જરૂરી છે કે તમે અમુક વસ્તુને કુદરતી રીતે આવવા દો. પેશાબ અને મળને ક્યારે પણ તમારે રોકવા ન જોઈએ. આયુર્વેદ પ્રમાણે 13એવી વસ્તુઓ છે જે કુદરતી રીતે થવા દેવી જોઈએ.
- છીંક
- ખાંસી
- બગાસું
- ઉલ્ટી
- આંસુ
- હિચકી
- સ્ખલન
- ઉધરસ
- ગેસ
બીજી સલાહ
ડો, રાજ્યલક્ષ્મી જણાવે છે કે તમારી સારા સ્વાથ્ય માટે તમારે રસાયણો અનુસરવા જોઈએ. આ રસાયણમાં ઘી, દુધ જેવા પદાર્થનો સમાવેશ કરવો જોઈએ. આંબળા, મધને તમારા દરરોજના આહારમાં સમાવેશ કરવો જોઈએ. જે શરીરને એન્ટીઓક્સીડન્ટ આપે છે. ખાવાનું તાજુ રાંધેલુ હોવુ જોઈએ. વાસી ખાવાનું ટાળવું જોઈએ. પોતાની જાતને હાઈડ્રેટેટ રાખવા માટે દિવસ દરમિાન ખૂબ પાણી પીવું જોઈએ ખાસ કરીને ઉનાળામાં. જમ્યાના 1 કલાક પછી પાણી પીવાનું રાખો.
આજે આપણે કોરોના મહામારીમાં ફસાઈ ગયા છે તે માટે ડો. રાજ્યલક્ષ્મી કહે છે કે આ ખૂબ જ જરૂરી છે કે તમે દરરોજ પોષ્ટીક ભોજન લો. ઘણા લોકો વિચારે છે કે રોગપ્રતિકારક શક્તિ દવાઓ દ્વારા આવશે પરંતુ પોષ્ટીક ભોજન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને તે જરૂરી પણ છે. તમે તમારા ભોજનમાં ઘી, દુધ અને બીજા ડેરીની આઈટમોના સમાવેશ કરી શકો છો જે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકે છે.
આ રીતે તમારુ શારિરીક, સામાજીક અને માનસિક સ્વાસ્થ્ય તમારા હાથમાં છે. તમે 1 પર કામ કરી શકો છો અને બીજા બે ને અવગણી શકો છો. આ બધી વસ્તુ મળીને તમને સ્વાસ્થ્ય રહેવામાં મદદ કરશે.