ETV Bharat / bharat

ખરાબ હવામાનને કારણે દુર્ઘટનામાં થયું તારા એરનું પ્લેન ક્રેશ - Civil Aviation Authority Of Nepal

નેપાળનું વિમાન 4 ભારતીયો સહિત 22 લોકો સાથે રવિવારે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN)ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ખરાબ હવામાનને કારણે પ્લેન ક્રેશ (Tara Air Plane Crashed) થયું હતું. n

ખરાબ હવામાનને કારણે દુર્ઘટનામાં થયું તારા એરનું પ્લેન ક્રેશ

author img

By

Published : May 31, 2022, 7:48 AM IST

કાઠમંડુ: ખરાબ હવામાનને કારણે રવિવારે નેપાળના પર્વતીય મુસ્તાંગ જિલ્લામાં તારા એરનું એક વિમાન ક્રેશ (Tara Air Plane Crashed) થયું હતું. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળની (CAAN) પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી છે. જહાજમાં 4 ભારતીયો સહિત 22 મુસાફરો સવાર હતા. કેનેડિયન નિર્મિત Twin Otter 9N AET પ્લેન રવિવારે સવારે પોખરાના પ્રવાસી શહેરથી ટેકઓફ કર્યાની થોડી મિનિટો બાદ પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. 4 ભારતીય, 2 જર્મન અને 13 નેપાળી મુસાફરો ઉપરાંત 3 નેપાળી ક્રૂ મેમ્બર પ્લેનમાં સવાર હતા.

આ પણ વાંચો: Drugs Cruise Case : NCB મુંબઈના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બદલી

તારા એરનું વિમાન ક્રેશ: અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારે તારા એર પ્લેન દુર્ઘટનાનું કારણ શોધવા માટે વરિષ્ઠ એરોનોટિકલ એન્જિનિયર રતિશ ચંદ્ર લાલ સુમનના નેતૃત્વમાં 5 સભ્યોના તપાસ પંચની રચના કરી છે. CAAના મહાનિર્દેશક પ્રદીપ અધિકારીએ સોમવારે સંસદની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ખરાબ હવામાનને કારણે પ્લેન ડાબે વળવાને બદલે જમણે વળાંક લેતા ક્રેશ થયું હતું. પ્લેનનો કાટમાળ સોમવારે સવારે જોમસોમ એરપોર્ટથી આઠ નોટિકલ માઈલ દૂર મુસ્તાંગ જિલ્લાના થાસાંગ ગ્રામીણ નગરપાલિકા 2 ખાતેથી મળી આવ્યો હતો.

આ પણ વાંચો: Gyanvapi Masjid case: જ્ઞાનવાપીમાં હાજર 'શિવલિંગ'નો વીડિયો સામે આવ્યો, દિવાલો પર ત્રિશૂળના નિશાન

કાટમાળમાંથી અત્યાર સુધીમાં 20 મૃતદેહોને બહાર કાઢ્યા : બચાવકર્મીઓએ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 20 મૃતદેહોને બહાર કાઢ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ ઘટનાનું મુખ્ય કારણ ખરાબ હવામાન હોવાની શક્યતા છે. CANના પૂર્વ મહાનિર્દેશક રાજ કુમાર છેત્રીએ કહ્યું કે, વિમાનની ઉંમર દુર્ઘટનાનું કારણ નથી. તેણે કહ્યું કે, 'ઘટના પાછળનું કારણ રવિવારે ખરાબ હવામાન હોઈ શકે છે.' જોકે, ઘટના પાછળનું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે, એમ તેમણે ઉમેર્યું હતું. છેત્રીએ રિપબ્લિકાને કહ્યું કે, "અમારું ભૌગોલિક સ્થાન ખૂબ ઊંચા પહાડોનું છે, ઉપરાંત સતત બદલાતા પવન અને હવામાનના વલણને કારણે ઊંચાઈ અને ઓછી દૃશ્યતામાં વિમાન મુશ્કેલ બને છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.