ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં ભાજપના બાબુલ સુપ્રિયોએ એક વ્યક્તિને મારી થપ્પડ - બાબુલ સુપ્રિયોનો વીડિયો વાયરલ

પશ્ચિમ બંગાળની ટોલીગંજ બેઠકથી ભાજપ ઉમેદવાર બાબુલ સુપ્રિયોનો એક વીડિયો સામે આવ્યા પછી વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં બાબુલ સુપ્રિયો એક વ્યક્તિને થપ્પડ મારતા જોવા મળે છે. ત્યારબાદ TMC (તૃણમુલ કોંગ્રેસ)એ તેમના આ વર્તન પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હવે બાબુલ સુપ્રિયો આ અંગે પોતાનો પક્ષ રાખી રહ્યા છે.

author img

By

Published : Mar 30, 2021, 9:00 AM IST

  • પશ્ચિમ બંગાળમાં ભાજપના બાબુલ સુપ્રિયોએ સર્જ્યો વિવાદ
  • બાબુલ સુપ્રિયોએ ભાજપ કાર્યાલયમાં એક વ્યક્તિને મારી થપ્પડ
  • એક વ્યક્તિને થપ્પડ મારતા બાબુલ સુપ્રિયોનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ શાહનો દાવો: બંગાળની પ્રથમ 30 બેઠકોમાંથી 26 બેઠકો ભાજપ જીતશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ટોલીગંજ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડી રહેલા કેન્દ્રિય પ્રધાન બાબુલ સુપ્રિયો વિવાદમાં સપડાયા છે. કોલકાતામાં ભાજપના કાર્યાલયમાં તેઓ એક વ્યક્તિને થપ્પડ મારી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોમવારે વાયરલ થયેલા વીડિયોમાં ગાયક અને ભાજપના નેતા કથિત રીતે એક વ્યક્તિને થપ્પડ મારી રહ્યા છે.

આ પણ વાંચોઃ TMCના કાર્યકરોએ શુભેન્દુ અધિકારીના કાફલાને ઘેર્યો

મેં કોઈને થપ્પડ નથી મારીઃ બાબુલ સુપ્રિયો

બાબુલ સુપ્રિયો હવે આ વીડિયો અંગે કહ્યું છે કે, તેમણે કોઈને થપ્પડ નથી મારી, પરંતુ એવું કરવાનો ફક્ત દેખાવો કર્યો હતો. આ ઘટના રવિવારે ટોલીગંજ ચૂંટણી ક્ષેત્રમાં રાનીકુથી વિસ્તારમાં સ્થિત ભાજપના કાર્યાલયમાં કેન્દ્રિય પ્રધાન બાબુલ સુપ્રિયો ડોલજત્રા ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

તૃણમુલ કોંગ્રેસના બાબુલ સુપ્રિયોને સવાલ

તૃણમુલ કોંગ્રેસના પ્રવક્તા કૃણાલ ઘોષે કહ્યું હતું કે, તેમની પાર્ટી જાણવા માગે છે કે જે વ્યક્તિને સુપ્રિયોએ થપ્પડ મારી તે તૃણમુલ કોંગ્રેસનો બહારનો વ્યક્તિ હતો કે એક વિભીષણ (ભાજપનો જ વ્યક્તિ) હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.