- પંચાયતની ચૂંટણીની સાથે જ આગામી વર્ષે UPની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નિમણૂક કરાઈ
- કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલ તરફથી નવી કાર્યકારીની જાહેરાત કરવામાં આવી
- નવી કાર્યકારીમાં 3 ઉપાધ્યક્ષ, 12 મહાસચિવ અને 53 સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે
આ પણ વાંચોઃ કેરળ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે 92 ઉમેદવારોની યાદી બહાર પાડી
લખનઉઃ ઉત્તરપ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશમાં સંગઠનને મજબૂત બનાવવા માટે ઘણા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહાસચિવ અને પ્રદેશ સચિવ શામેલ છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલ તરફથી નવી કાર્યકારીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 ઉપાધ્યક્ષ, 12 મહાસચિવ અને 53 સચિવનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચોઃ ત્રિશુરમાં રેલી સંબોધતી વખતે રાજનાથ સિંહે કહ્યું, "એ ખુદ તો ડૂબશે, સાથે લોકોને પણ લઈ ડૂબશે"
નવી કાર્યકારીમાં અનેક અનુભવીઓનો સમાવેશ કરાયો
નવી કાર્યકારીમાં વિશ્વ વિજયસિંહ, ગયાદીન અનુરાગી અને દિપક કુમારને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવાયા છે. જ્યારે સંજીવ શર્મા, પુષ્પેન્દ્ર સિંહ, રાહુલ રિછારિયા, અંશુ તિવારી, સુશીલ પાસી, ફૂલ કુંવર, શ્યામ સુંદર ઉપાધ્યાય, શિવ પાંડે, ધીરેન્દ્ર પ્રસાદ, દેવેન્દ્ર પ્રતાપ સિંહ, ત્રિભુવન નારાયણ મિસ્રા, મનિન્દર મિશ્રા અને કુમુદ ગંગવારને પ્રદેશ મહાસચિવ બનાવાયા છે. આ ઉપરાંત હરેન્દ્ર ત્યાગી, શમી ઉઝારી, રાજેન્દ્ર અવાના જેવા ઉમેદવારોની પણ નિમણૂક કરવામાં આવી છે.