ETV Bharat / bharat

સોપોરમાં એક આતંકવાદીએ પોલીસના જવાનો પર ફાયરિંગ કર્યું, 1 નાગરિક ઈજાગ્રસ્ત

ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં શનિવારે એક આતંકવાદી અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીએ પોલીસ પર ગોળીબારી કરી હતી.

સોપોરમાં એક આતંકવાદીએ પોલીસના જવાનો પર ફાયરિંગ કર્યું, 1 નાગરિક ઈજાગ્રસ્ત
સોપોરમાં એક આતંકવાદીએ પોલીસના જવાનો પર ફાયરિંગ કર્યું, 1 નાગરિક ઈજાગ્રસ્ત
author img

By

Published : Jun 12, 2021, 1:40 PM IST

  • ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં આતંકવાદી અને પોલીસ વચ્ચે ગોળીબારી
  • અજાણ્યા આતંકવાદીએ પોલીસના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, 1 નાગરિક ઈજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્ત નાગરિકને હોસ્પિટલમાં દાખલ કરાયો, જોકે, તેની હાલત સ્થિર છે

શ્રીનગરઃ ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલા સોપોર જિલ્લામાં શનિવારે એક અજાણ્યા આતંકવાદીએ પોલીસના જવાનો પર ગોળીબારી કરી હતી. આ ગોળીબારી દરમિયાન એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના ગડચિરોલીમાં નક્સલીઓ વિરુદ્ધ મોટું અભિયાન, 13 નક્સલી ઠાર

પોલીસ અને આતંકવાદી વચ્ચેના ફાયરિંગમાં એક નાગરિક ઈજાગ્રસ્ત

અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે વિસ્તારમાં તપાસ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યે મુખ્ય બજાર સોપોરમાં અજાણ્યા ઉગ્રવાદીએ પોલીસના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા દરમિયાન એક નાગરિક ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, તેની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ બીજાપુર સિલગર ફાયરિંગ કેસની તપાસ મેજિસ્ટ્રેટ કરશે

હુમલાખોર આતંકવાદીને શોધવા તપાસ અભિયાન શરૂ

આ તમામની વચ્ચે હુમલાખોરને પકડવા માટે આ વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, પોલીસના જવાનો પર ફાયરિંગ થતા પોલીસે પણ વળતો જવાબ આપ્યો હતો, પરંતુ આતંકવાદી ભાગી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.