ETV Bharat / bharat

નાગપુરમાં મ્યુકરમાઈકોસિસના દર્દીએ સારવારમાં દોઢ કરોડ ખર્ચા છતાં આંખ ગુમાવવી પડી

કોરોના પછી બ્લેક ફંગસની મહામારી આવી ગઈ છે. દેશના 25 રાજ્યોમાં ફેલાયેલી આ બીમારીએ પણ હવે કહેર વર્તાવ્યો છે. આ તમામની વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. નાગરપુરના એક વ્યક્તિને કોરોનાના કેટલાક મહિના પછી મ્યુકોરમાઈકોસિસ બીમારી થઈ અને તેના પરિવારે સારવાર માટે દોઢ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, પરંતુ આટલા પૈસા ખર્ચ્યા પછી પણ તે વ્યક્તિએ પોતાની એક આંખ ગુમાવવી પડી છે.

નાગપુરમાં મ્યુકરમાઈકોસિસના દર્દીએ સારવારમાં દોઢ કરોડ ખર્ચા છતાં આંખ ગુમાવવી પડી
નાગપુરમાં મ્યુકરમાઈકોસિસના દર્દીએ સારવારમાં દોઢ કરોડ ખર્ચા છતાં આંખ ગુમાવવી પડી
author img

By

Published : Jun 10, 2021, 1:17 PM IST

  • નાગપુરમાં મ્યુકરમાઈકોસિસના દર્દીનો માંડ માંડ જીવ બચ્યો
  • મ્યુકરમાઈકોસિસના દર્દીએ સારવાર પાછળ 1.48 કરોડ રૂપિયા ખર્ચ કર્યો
  • દર્દીએ જીવવાની કિંમત એક આંખ ગુમાવીને ચૂકવી

નાગપુરઃ નવીન પોલને થોડા મહિના પહેલા કોરોના થયો હતો પણ તેઓ સાજા થઈ ગયા હતા, પરંતુ થોડા દિવસ પછી તેમને આંખોમાં તકલીફ થવા લાગી હતી અને દાંત હલવા લાગ્યા હતા. ત્યારે તેમણે નાગપુરના એક ડોક્ટરને આ અંગે પૂછપરછ કરી તો તેમણે વધુ સારવાર માટે હૈદરાબાદ જવાની સલાહ આપી હતી, પરંતુ હૈદરાબાદમાં કોઈ ખાસ સારવાર ન થઈ એટલે તેઓ મુંબઈ જતા રહ્યા.

નાગપુરમાં મ્યુકરમાઈકોસિસના દર્દીનો માંડ માંડ જીવ બચ્યો

આ પણ વાંચો- રાજકોટમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા 650 થઈ, 60 ટકા દર્દી અન્ય જિલ્લાના

સારવાર માટે પહેલા હૈદરાબાદ ગયા ત્યાંથી મુબઈ અને પછી નાગપુર આવ્યા

મુંબઈમાં એક મહિના સુધી તેમની સારવાર ચાલી હતી, જેના કારણે તેમને કોઈ વિશેષ ફાયદો ન થયો એટલે તેઓ સારવાર માટે નાગપુર ગયા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી અને ડોક્ટરે તેમની એક આંખ નીકાળવાનો નિર્ણય કર્યો હતો. પરિવારજનોની સહમતિથી એક આંખ નીકાળવામાં આવી હતી.

મ્યુકરમાઈકોસિસના દર્દીએ સારવાર પાછળ 1.48 કરોડ રૂપિયા ખર્ચ કર્યો

આ પણ વાંચો- ભાવનગરમાં મ્યુકોરમાયકોસીસના 112 સારવાર હેઠળ અને 11 દર્દીઓના મોત

રેલવે વિભાગે દર્દીને ઘણી મદદ કરી

આ તમામ હોસ્પિટલ્સમાં તેમણે 1.48 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. નવીનના પત્ની રેલવેમાં કામ કરે છે એટલે તેમની સારવાર માટે રેલવે વિભાગે ઘણી મદદ કરી હતી. નવીનની પત્નીએ જણાવ્યું હતું કે, નાગપુરમાં ડોક્ટરે પણ ખૂબ પ્રયાસ કર્યો હતો એટલે નવીનનો જીવ બચી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.