- મુંબઈમાં કાંદિવલી પશ્ચિમ મહાવીર નગર લિન્ક રોડ સિગ્નલની ઘટના
- આરોપી મહિલાનું નામ જયનાદ શેખ હોવાનું સામે આવ્યું છે
- માસ્ક વગરની મહિલાએ માર્શલ સાથે મારામારી કરી
આ પણ વાંચોઃ મહેસાણાના પાંચોટમાં મારામારી કેસના 20 આરોપીઓને 10 વર્ષની સજા
મુંબઈઃ દેશમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી તમામ લોકો સતર્કતા દાખવી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો હજી પણ બેદરકારીપૂર્વક ફરી રહ્યા છે. આવા બેદરકાર લોકો ના તો માસ્ક પહેરે છે ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. મુંબઈમાં પણ આવો જ કિસ્સો જોવા મળ્યો હતો. મુંબઈમાં BMCની મહિલા માર્શલે એક મહિલાને માસ્ક ન પહેરવા બદલ રોકી હતી, પરંતુ માસ્ક વગરની મહિલાએ મહિલા માર્શલ સાથે મારામારી કરી હતી.
આ પણ વાંચોઃ ગોંડલના અનિડા (ભાલોડી)માં ચૂંટણી મનદુ:ખમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ
મારામારી કરનારી મહિલાની ધરપકડ કરાઈ
મુંબઈમાં મહિલા માર્શલ એવી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરે છે, જે લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરતા. આ વાયરલ વીડિયો કાંદિવલી પશ્ચિમ મહાવીર નગર લિન્ક રોડ સિગ્નલનો છે, જ્યાં એક મહિલા માસ્ક વગર ફરી રહી હતી. આ મહિલાને માર્શલે રોકતા બન્ને વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ મામલામાં ચારકોપના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક નામદેવ સિંદેએ આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. આરોપી મહિલાનું નામ જયનાદ શેખ હોવાનું સામે આવ્યું છે.