- મધ્યપ્રદેશમાં ગર્ભવતી મહિલાની દયનીય સ્થિતિ
- ગર્ભવતી મહિલાને કપડામાં બાંધીને લઈ જવાઈ હેલ્થ સેન્ટર
- મહિલાનો પરિવાર મહિલાને લઈ પહોંચ્યો હતો હેલ્થ સેન્ટર
મધ્યપ્રદેશઃ બુરહાનપુર જિલ્લામાં ગ્રામ પંચાયત જમ્બુપાની ક્ષેત્રના આદિવાસી ફાલ્યા ગઢીથી મનને વિચલિત કરી દેનારી તસવીર સામે આવી છે. જે માનવતાને શરમાવી દે તેવી આ ઘટના છે. આ તસવીરે સરકારી આરોગ્ય સેવાઓના તમામ દાવાઓની પોલ ખોલીને રાખી દીધી છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ગર્ભવતી મહિલાઓને કઈ રીતે પરિવારજનો અને ગ્રામીણ યુવતીને કપડામાં બાંધીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ કોરોના કાળમાં ડૉક્ટર્સની માનવતા, સ્ટાફે દિકરાની જેમ વૃદ્ધાની સેવા કરી
ગઢી ફાલ્યામાં રોડ ન હોવાથી વાહન પહોંચી ન શક્યું
ગર્ભવતી મહિલાને પીડા થતા તેના પરિવારજનો મહિલાઓને લઈને હોસ્પિટલ ગયા હતા. આપને જણાવી દઈએ કે, ગઢી ફાલ્યામાં રોડ ન હોવાના કારણે જનની સુરક્ષા વાહન પણ ન પહોંચી શક્યું. તમે તસવીરમાં જોઈ શકો છો કે ચાર વ્યક્તિ મહિલાને કપડામાં બાંધીને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે.
આ પણ વાંચોઃ અરવલ્લીમાં માનવતા મરી પરવારી, માતાપિતાએ બાળકનો સોદો કર્યો
બાળક અને મહિલા સંપૂર્ણપણે સુરક્ષિત
ગર્ભવતી મહિલા પુલમા બાઈએ સરકારથી ગઢી ફાલ્યામાં રોડ બનાવવાની માગ કરી છે, જેથી બીમાર લોકોને આવવા જવા માટે સરળતા રહે. સબ હેલ્થ સેન્ટર ભાવસામાં ANM કવિતા ચૌરેએ જણાવ્યું કે, ગર્ભવતી મહિલાઓને પરિવારજનો કપડામાં બાંધીને લઈ આવ્યા હતા. મહિલાએ હેલ્થ સેન્ટરમાં બાળકને જન્મ આપ્યો છે. આ સાથે મહિલા અને તેનું બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ છે.