ન્યૂઝ ડેસ્ક: શું આપને નોકરી નથી મળી રહી. શું આપ નોકરીની શોધમાં છો. તો હવે આપના માટે આવ્યા છે ખૂશીના સમાચાર. ધોરણ 10મા અભ્યાસ બાદ ભારતીય નૌકાદળમાં (Indian Navy Recruitment 2022) કારકિર્દી બનાવી શકાય છે. ભારતીય નૌકાદળમાં અગ્નિપથ યોજના હેઠળ, રસોઇયા, અધિકારીઓની મેસમાં વેઇટર તરીકે ભોજન પીરસવું, હાઉસકીપિંગ, જેમ કે ફંડ એકાઉન્ટિંગ આ જગ્યાઓ પર નોકરી માટે અરજી કરી શકો. છોઉમેદવારો પાસેથી ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા તારીખ 21 ઓક્ટોબર આજથી શરૂ કરવામાં આવી છે. આ પોસ્ટની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર છે. BSF માં વિવિધ પોસ્ટ માટે BSF હેડ કોન્સ્ટેબલ (BSF Head Constable) ની ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
ખાલી જગ્યા: આજના યુગમાં દરેક વ્યક્તિ નાની ઉંમરે ખ્યાતિ મેળવવા માંગે છે. બાળકો નાની ઉંમરમાં જ નોકરી શોધવા લાગે છે. 10મું વર્ગ પૂર્ણ કર્યા પછી, કઈ જગ્યાઓ પર નોકરી માટે અરજી કરી શકો છો અને કારકિર્દીને ઉચ્ચ ઉડાન આપી શકો છો. 10મા અભ્યાસ બાદ ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવી શકાય છે. ભારતીય નૌકાદળમાં અગ્નિપથ યોજના હેઠળ, રસોઇયા, અધિકારીઓની મેસમાં વેઇટર તરીકે ભોજન પીરસવું, હાઉસકીપિંગ, ફંડ એકાઉન્ટિંગ જેવા ઘણા સ્તરે નોકરીઓનું બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત અને ઉંમર: 10મા ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી આમાં કરિયરનો વિકલ્પ પસંદ કરી શકાય છે. નેવીમાં અગ્નિવીર MR માટે લાયકાત ધોરણ 10મું પાસ છે. નેવીમાં ભરતી માટે ઉમેદવારોની ઉંમર 17 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઇન્ડિયન નેવી અગ્નિવીર MR માટે joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકે છે.
ભારતીય સેના: ભારતીય સેનામાં 10મું પાસ ઉમેદવારો ભારતીય સેનામાં સોલ્જર જનરલ ડ્યુટી અને સોલ્જર ટ્રેડ્સમેન જેવી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ઇન્ડિયન આર્મીમાં ડ્રેસર, શેફ, મેનેજર, હાઉસ કીપર જેવી જગ્યાઓ માટે ટ્રેડસમેન હેઠળ દર વર્ષે ખાલી જગ્યાઓ બહાર આવે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 17 થી 21 વર્ષની વચ્ચે હોવી ફરજિયાત છે. 10મા પછી ભારતીય સેનામાં નોકરી મેળવવા માટે વિદ્યાર્થીએ શારીરિક અને તબીબી પરીક્ષાઓમાંથી પણ પસાર થવું પડે છે.
BSF હેડ કોન્સ્ટેબલ: BSF માં વિવિધ પોસ્ટ માટે BSF હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. BSFમાં એન્ટ્રી લઈને ધોરણ 10 પછી કરિયર બનાવી શકાય છે. BSF હેડ કોન્સ્ટેબલમાં કારકિર્દી બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે, તમારે ધોરણ 10માં 55 ટકાથી વધુ માર્ક્સ હોવા જોઈએ. આ સાથે ઉમેદવારો શારીરિક અને તબીબી રીતે ફિટ હોવા પણ જરૂરી છે.