- હરિયાણામાં આજથી ત્રીજા સીરો સરવેની શરૂઆત થશે
- 15થી 16 જૂન સુધી આ સરવેની કામગીરી ચાલશે
- સીરો સરવેમાં દરેક જિલ્લામાંથી 400 સેમ્પલ લેવાશે
ગુરુગ્રામઃ હરિયાણામાં ત્રીજા સીરો સરવેની શરૂઆત મંગળવારે બપોરે 2 વાગ્યા પછી કરવામાં આવશે. 15 જૂનથી 16 જૂન સુધી 2 દિવસ સુધી ચલાવવામાં આવતા આ અભિયાનમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે તપાસ કરાશે. 2 દિવસ સુધી ચાલનારા આ સીરો સરવેમાં દરેક જિલ્લામાંથી 400 સેમ્પલ લેવામાં આવશે, જેમાં 12 ગ્રામીણ સમૂહ, 8 શહેરી સમૂહ છે કે જ્યાં 240 સેમ્પલ ગ્રામીણ વિસ્તારોમાંથી લેવાશે. તો 160 સેમ્પલ શહેરી વિસ્તારમાંથી લેવાશે.
આ પણ વાંચો- રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સિનની ગેરમાન્યતા દૂર કરવા મનોવિજ્ઞાનના કર્મચારીઓની ટીમ મોકલાઈ
આ વખતે સીરો સરવેમાં બાળકોને પણ સામેલ કરાશે
ગુરુગ્રામના સીએમઓ ડો. વિરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ વખતે થનારા સીરો સરવેમાં 60 ટકા ગ્રામીણ વસતીને કવર કરશે અને 40 ટકા શહેરી વસતીને કવર કરાશે. આ વખતે થનારા સીરો સરવેની વિશેષ વાત એ છે કે, આમાં બાળકોને પણ સામેલ કરાશે. ત્રીજી લહેર પહેલા આરોગ્ય વિભાગ માટે સીરો સરવે કરાવવો ખૂબ જ ફાયદાકારક રહેશે. આ પહેલા જે સીરો સરવે કરાવવામાં આવ્યો હતો. તેમાં બાળકોને સામેલ નહતા કરાયા.
આ પણ વાંચો- સુરતમાં કોરોના વેક્સિનેશન અંગે શું એક્શન પ્લાન છે?
બાળકોને સંક્રમિત થવાથી બચાવી શકાય તે માટે સરવે કરાશે
સીરો સરવે કરનારી ટીમમાં એક આશાવર્કર અથવા એએનએમ વર્કર અથવા આરોગ્યકર્મીઓમાંથી એક રહેશે. આ ઉપરાંત એક લેબોરેટરી ટેક્નિશિયન અને એક મેડિકલ ઓફિસર એટલે કે એક ટીમમાં ત્રણ લોકો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરની આશંકા બતાવવામાં આવી રહી છે, જેમાં સૌથી વધારે બાળકોને સંક્રમિત થવાની સંભાવના છે. આ માટે હવે સીરો સરવેના માધ્યમથી બાળકોનો પણ સેમ્પલ લેવામાં આવશે, જેથી પહેલાથી જ આરોગ્ય વિભાગ આ સીરો સરવેના માધ્યમથી એ જાણી શકાય કે બાળકોમાં કોરોના સંક્રમણને કેવી રીતે રોકી શકાય અને બાળકોને કેવી રીતે બચાવી શકાય.