- છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો ખતરો દિલ્હી પહોંચ્યો
- આ તકરારનું મુખ્ય કારણ 50-50ની રમત છે, જે ફોર્મ્યુલા પર અઢી-અઢી વર્ષ માટે 2 મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા
- આ મુદ્દા પર મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને પ્રધાન ટી. એસ. સિંહદેવની બેઠક રાહુલ ગાંધી સાથે થશે
નવી દિલ્હીઃ કોંગ્રેસની છત્તીસગઢ એકમમાં લાબા સમયથી ચાલી રહેલા જૂથવાદને ખતમ કરવાના પ્રયાસ અંતર્ગત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને રાજ્યના આરોગ્ય પ્રધાન ટી. એસ. સિંહદેવની સાથે બેઠક યોજશે.
આ પણ વાંચોઃ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર કોંગ્રેસે કહ્યું : સરકારે પહેલાં નીતિ અને નિયતને સુધારવાની જરૂર છે
કોંગ્રેસ સંગઠનના મહાસચિવ પણ બેઠકમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, બઘેલ અને સિંહદેવ સોમવારે જ દિલ્હી પહોંચી ગયા છે અને મંગળવારે બંને નેતા રાહુલ ગાંધીને મળશે. આ મોકા પર કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ અને છત્તીસગઢ પ્રભારી પી. એલ. પુનિયા પણ હાજર રહે તેવી સંભાવના છે. તો દિલ્હી રવાના થવાથી બઘેલે રાયપુરમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી છે. વેણુગોપાલ સાથે બેઠક છે અને પ્રભારી પણ હાજર રહેશે.
આ પણ વાંચોઃ આ દિગ્ગજ નેતાને સોંપવામાં આવી શકે છે ગુજરાત કોંગ્રેસની જવાબદારી
બેઠકનો સમગ્ર ભાર રાહુલ ગાંધી પર છે
આ પૂછવા પર કે શું તેમને અને સિંહદેવની બેઠક માટે એક સાથે બોલાવવામાં આવ્યા છે. તો મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આ રાહુલ ગાંધીની ઉપર છે કે, જેને પણ બોલેવા. મને તો આ સૂચના મળી છે કે, રાહુલ ગાંધીની સાથે બેઠક છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ છત્તીસગઢમાં પાર્ટીની અંદર ચાલી રહેલા જૂથવાદને ઝડપથી ખતમ કરવા માગીએ છીએ અને આ બેઠક આ પ્રયાસ અંતર્ગત થઈ રહી છે.
હવે સિંહદેવને મુખ્યપ્રધાન બનાવવામાં આવવા જોઈએ
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ડિસેમ્બર 2018માં કોંગ્રેસની સરકાર બન્યા પછી મુખ્યપ્રધાન બઘેલ અને સિંહદેવ વચ્ચે સંબંધ સારા નથી રહ્યા. સિંહદેવના સમર્થકોનું કહેવું છે કે, અઢી-અઢી વર્ષના મુખ્યપ્રધાન અંગે સંમતિ બની હતી અને તેવામાં હવે સિંહદેવને મુખ્યપ્રધાન બનાવવામાં આવવા જોઈએ. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડે બઘેલને મુખ્યપ્રધાન પદથી હટાવવાનો કોઈ સંકેત નથી આપ્યો.