ETV Bharat / bharat

ચંબલમાં 'બળવાખોરીની જય જય' - ડિફેક્શન લૉ

ઈટીવી ભારતના રિજનલ એડિટર રુપેશ શ્રોતીએ રજૂ કરેલું રાજકીય એનાલિસિસ વાંચો. તેઓ દેશની રાજનીતિ પર વિશેષ પકડ ધરાવે છે. મધ્યપ્રદેશમાં થયેલી પેટાચૂંટણીના પરિણામો સંદર્ભે તેમનો વિશેષ લેખ.

ચંબલમાં 'બળવાખોરીની જય જય'
ચંબલમાં 'બળવાખોરીની જય જય'
author img

By

Published : Nov 12, 2020, 3:14 PM IST

Updated : Nov 12, 2020, 3:34 PM IST

ન્યૂઝ ડેસ્ક: ઈતિહાસમાં ચંબલમાં જે કંઇ થયું તેનું કારણ દિલ્હી જ રહ્યું. વર્ષો પહેલાં દિલ્હીમાં તોમર શાસનનો અંત થઇ ગયો હતો. તોમર રાજવંશના લોકોએ જંગલોમાં જઇને પોતાનો જીવ બચાવ્યો હતો. એ સમયે જ ઘૌલપુરના સામંતને પણ હટાવી દેવાયા હતાં. આ કામ માળવાના શાસકે કર્યું હતું. એ સમયે ધૌલપુરના યુવરાજે બળવો કરી દીધો અને બાદમાં યુવરાજે પોતાના અધિકારોની લડાઈ માટે ચંબલમાં શરણું લીધું. અહીંના લોકોએ ધૌલપુરના યુવરાજની લડાઈને સમર્થન આપ્યું. બસ, અહીંથી 'ચંબલ' અને 'બળવો', આ બેના સંબંઘોની શરુઆત ગણવામાં આવે છે.

'મહેલો'એ કદી 'બળવા'ના સૂરમાં સાથ નથી આપ્યો, બલકે હંમશા બળવાનું 'દમન' જ કર્યું છે. બળવો પોતાના આત્મસન્માનની રક્ષા માટે 'મહેલો'ના મિજાજની વિરુદ્ધમાં થતી રહે છે. ચંબલના બીહડોએ પણ એવા આત્મસન્માનને પનાહ આપી. હવે જ્યારે સમય બદલાયો તો મહેલમાં રહેવાવાળાઓએ પણ બાગી તેવર અપનાવવા શરુ કરી દીધાં. એવા તેવરના કારણે જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષ છોડી દીધો. ચંબલનું પાણી એમની રગોમાં પણ છે. એ જ કારણે કોંગ્રેસ સામે બળવાનો રસ્તો તેમને ઠીક લાગ્યો. આ વખતે પણ કારણ બન્યાં દિલ્હીમાં બેઠેલાં કોંગ્રેસ આલાકમાનના લોકો. સિંધિયા જ્યારે ભાજપમાં આવ્યાં તો તેમની સાથે 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો. એમાંથી 19 ધારાસભ્ય સિંધિયા જૂથનાં છે. જ્યારે ત્રણ ધારાસભ્ય એદલસિંહ કંષાના, બિસાહૂ લાલ અને હરદીપસિંહ ડંગને ભાજપે બળવાનો માર્ગ દેખાડ્યો હતો. એમાંથી કંષાના ચંબલમાંથી આવે છે.

સવાલ એ છે કે ચંબલની તાસીર કેટલી બદલાઈ? સમય સાથે હજુ પણ બળવો પસંદ કરવામાં આવે છે! કે પછી નાપસંદ. આ જોવું જરુરી છે. કારણ કે જ્યારે ચૂંટણી પ્રચાર માટે પૂર્વ સીએમ કમલનાથ ચંબલમાં હતાં તો તેમણે કહ્યું હતું કે ચંબલ બધું જ સહન કરી લે છે. ચંબલનું લોહી ગરમ છે, લડી શકે છે, વેચાઈ નથી શકતું. ચંબલના પાણીની તાસીરમાં બળવો છે પરંતુ ગદ્દારી નહી. જેણે ચંબલ સાથે ગદ્દારી કરી, ચંબલ તેને કદી માફ કરતું નથી. શું કમલનાથે બળવાને ગદ્દારી સમજી? કે પછી એ ચંબલના લોકોને સમજવામાં થાપ ખાઈ ગયાં. આ પેટાચૂંટણી પરિણામોમાં સાફ દેખાઈ રહ્યું છે. ચંબલમાં બળવાનો જય જયકાર થઈ રહ્યો છે. સિધિયા સમર્થક 19 ઉમેદવારમાંથી 6 ચૂંટણી હાર્યાં છે જ્યારે 13 જીતી ગયાં છે. આ પરિણામે સિંધિયાની ઉપસ્થિતિ મજબૂત કરી આપી છે, પરંતુ ચંબલમાં કોંગ્રેસને સીટ મળવાથી ડાઘ પણ લાગી ગયો છે.

પ્રજાતંત્રમાં ફેસંલો જનતા કરે છે. જે ફેંસલો આવ્યો છે, તેમાં ચંબલની 16 સીટ પર પેટાચૂંટણી થઈ. એમાંથી એક સીટ જીરા વિધાયકના નિધનથી ખાલી થયેલી હતી., જ્યારે જોવા જઇએ તો બળવાના કારણે 15 સીટ પર પેટાચૂંટણી થઈ. તેમાંથી કોંગ્રેસના ફાળે 7 બેઠકો આવી છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી લડવાવાળા 8 ઉમેદવાર ચૂંટણી જીતી ગયાં છે.

વાત એમની જેમના બળવાને જનતાએ યોગ્ય ઠેરવ્યો. એમાં કોંગ્રેસ સામે બળવો કરી ભાજપમાંથી ચૂંટણી લડવાવાળા ગ્વાલિયર સીટના પ્રદ્યુમ્નસિંહ ચૂંટણી જીતી ગયાં છે. અંબાહ સીટથી કમલેશ જાટવને 13,892 મતથી જીત મળી, ભાંડેરથી રક્ષા સિરોનિયા ફક્ત 161 મતથી જીત્યાં છે, તેમણે ફૂલસિંહ બરૈયાને હરાવ્યાં છે. મેહગાંવથી ઓપીએસ ભદૌરિયાને લગભગ 45 ટકા વોટ મળ્યાં અને તેઓ જીત્યાં. પોહરી સીટથી સુરેશ ધાકડને 22,496 મતથી જીત મળી. તેમની સામે હાર્યાં બીએસપીના કૈલાશ કુશવાહા. અહીં કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ. મુંગાવલી સીટથી વૃજેન્દ્રસિંહ યાદવ જીત્યાં, આ તેમની સતત ત્રીજી જીત છે. બમોરી વિધાનસભા સીટથી મહેન્દ્રસિંહ સિસોદિયાએ 53,153 મતથી જીત નોંધાવી છે. આ પહેલાં આ જ સીટ પરથી કોંગ્રેસમાંથી જીત્યાં હતાં. એ વખતે તેમને 27,920 મત મળ્યાં હતાં, એટલે કે આ વખતે જનતાએ તેમને વધુ સમર્થન આપ્યું છે. અશોકનગર સીટથી જજપાલસિંહ જજ્જી બીજીવાર સફળ બન્યાં છે. 2018માં તેઓ કોંગ્રેસ તરફથી ઊભાં હતાં તો ભાજપને સત્તામાં આવતાં રોક્યો હતો. હવે ભાજપ તરફથી ચૂંટણી લડ્યાં તો કોંગ્રેસનાં આશા દોહરેને હરાવ્યાં.

હવે એમની વાત જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં અને હારી ગયાં. જેમના બળવાને જનતાએ મૂળમાંથી નકારી દીધો. એમાં સૌથી પહેલું નામ ડબરાથી ઇમરતી દેવીનું છે. કમલનાથે તેમના માટે અસંસદીય શબ્દ કહ્યાં હતાં. જેનો ફાયદો ભાજપને તો થયો, પણ ઇમરતી દેવી ખુદ તેનો લાભ ઉઠાવી ન શક્યાં. ખાસ વાત એ હતી કે ડબરા સીટ હંમેશા કોંગ્રેસની તરફેણમાં રહી છે. ઇમરતી દેવીને કોંગ્રેસને વફાદાર મતદારોએ ત્રણવાર ધારાસભ્ય બનાવ્યાં. પણ એ કદાચ ભૂલી ગયાં હતાં કે અહીં તેમને નહીં પણ કોંગ્રેસને મત મળે છે. ડબરામાં 66.72 ટકા મતદાન થયું હતું. તેમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજેને 49.4 ટકા મત મળ્યાં, જ્યારે ઇમરતી દેવીને 44.4 ટકા. એટલે કે ઇમરતી દેવીનું બળવાખોર થવું જનતાને માફક ન આવ્યું. કરેરાથી જસમંત જાટવનો બળવો પણ નિષ્ફળ નીવડ્યો. તેમણેે પણ પરાજયનું મોં જોવું પડ્યું. અહીં પ્રાગીલાલ જાટવ જીત્યાં. એ પહેલાં બીએસપીમાં હતાં. કોંગ્રેસમાં આવતાં જ તેમનું ભાગ્ય ચમકી ગયું.

ગ્વાલિયર પૂર્વ સીટ પરથી મુન્નાલાલ ગોયલ ચૂંટણી હારી ગયાં, મતનું અંતર પણ ઘણું વધુ રહ્યું. લગભગ 8,555 મતથી તેમની હાર થઈ. આ સીટ પર કોંગ્રેસનું જીતવું જ્યોતિરાદિત્ય સિંધિયાને હમેશા ખટકશે. એ એક ડાઘ જેવું છે. કેમ કે જે મહેલમાં એ રહે છે એ આ જ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. અહીં તેમની હાર થઇ ગઈ. દિમનીથી ગિર્રાજ દંડોતિયા ચૂંટણી હારી ગયાં. દિમનીમાં કોંગ્રેસ બીજીવાર જીતી છે. દંડોતિયાની બળવાખોરીની હાલત એવી જ થઈ જેવી ઇમરતી દેવીની થઇ. અહીંની જનતા પહેલેથી કોંગ્રેસની સાથે હતી અને આ વખતે પણ રહી છે. દંડોતિયા મંત્રી હોવા છતાં પણ હારી ગયાં. સુમાવલીથી એદલસિંહ કંષાનાની હાર થઇ. જોકે તેઓ સિંધિયાની સાથે ભાજપમાં નહોતાં આવ્યાં. તેમને તોડવામાં ભાજપનો વધુ હાથ હતો. ભાજપમાં આવ્યાં બાદ મંત્રી પણ બન્યાં. તેમની સામે અજબસિંહ કુશવાહાએ જીત દર્જ કરાવી છે. અજબસિંહ પહેલાં બીએસપી અને ભાજપમાંથી ચૂંટણી લડી ચૂક્યાં હતાં પરંતુ હારી ગયાં હતાં. ગોહદ સીટથી રણવીરસિંહ જાટવ પણ હારી ગયાં. તેમને કોંગ્રેસમાં જ રહેવાનું હતું કેમકે અહીંથી કોંગ્રેસ જ જીતી છે. જીરા સીટ પર કોઇ બળવાખોર ઉમેદવાર ન હતો. અહીં ભાજપના સૂબેદારસિંહ રજૌધા જીત્યાં.

મુરૈનાની વાત અલગથી. અહીં તો પોતાના સાંસદ સામે જનતાએ જ બળવો પોકાર્યો. કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અહીંથી આવે છે. સાથે જ આ સીટ પર સિંધિયાની અસર પણ માનવામાં આવે છે. બંનેની વાતોને જનતાએ 'માન્યતાઓ'માં બદલી નાંખી. બંનેનો જાદૂ ન ચાલ્યો. અહીંથી કોંગ્રેસના રાકેશ માવઇ 5,751 મતથી જીત્યાં છે. ભાજપના રઘુરાજ કંષાના ચૂંટણી હારી ગયાં છે. આ સીટ પરના ચૂંટણીજંગને બીએસપીએ રોચક બનાવ્યો હતો. મુરૈનામાં કમળ નહીં ખીલવાની ટીસ નરેન્દ્રસિંહ તોમરને જરુર રહેશે. તેમને લોકસભા 2019ની ચૂંટણીમાં 5,41,689 (47.63 ટકા) મત મળ્યાં હતાં. કોંગ્રેસ બીજા નંબરનો પક્ષ હતો અને તેને 37.66 ટકા મત મળ્યાં હતાં, જ્યારે બીએસપી ત્રીજા નંબરે રહી હતી. બીએસપીને 11.38 ટકા મત મળ્યાં હતાં. આ વિસ્તારમાં શિવરાજસિંહ ચૌહાણ જ્યારે ચૂંટણીપ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે નરેન્દ્રસિંહ તોમર તેમની સાથે હતાં. શિવરાજસિંહે વારંવાર પ્રજાને એમ પણ કહ્યું હતું કે તોમરસાહેબ પીએમ મોદીની બાજુમાં બેસે છે. જનતાને અહેસાસ કરાવ્યો હતો કે વિધાનસભામાં મુરૈનાની સીટ ભાજપની ઝોળીમાં નાખો તો જ વિકાસ થશે. પણ બાગી તેવર ધરાવતી જનતાએ ભાજપ સામે જ બળવો કરી દીધો અને કોંગ્રેસના હાથને સાથ આપ્યો. આખરે, ચંબલમાં જનતાનું લોહી ગરમ છે. અહીં હંમેશા બળવાખોરીની જય જય થતી રહી છે.

રુપેશ શ્રોતી, રીજનલ એડિટર

Last Updated : Nov 12, 2020, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.