- બીજાપુરના મિરતુર પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
- નક્સલીઓએ જનપ્રતિનિધિઓની જાહેરમાં હત્યા કરી
- મૃતક મિરતુર જિલ્લા પંચાયત વિસતારના સભ્ય હતા
બીજાપુરઃ મિરતુર પોલીસ સ્ટેશન વિસ્તારના તાલનાર ગામમાં નક્સલીઓએ એક જનપ્રતિનિધીની હત્યા કરી નાખી છે. નક્સલીઓની સ્મોલ એક્શન ટીમે આ હત્યા કરી છે. નક્સલીઓએ જિલ્લા પંચાયતના સભ્ય બુધરામ કશ્યપ પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ નિકિતા હત્યાકાંડ: આજે થવાંની હતી આરોપીઓને સજા પરંતુ ન્યાયાધીશની જ થઈ ગઈ બદલી..!
આ અંગે મળતી માહિતી અનુસાર, બુધરામ જમીને પરિવારજનો સાથે ઘરના આંગણામાં બેઠા હતા. તે દરમિયાન નક્સલીઓએ તેમની હત્યા કરી નાખી હતી. બુધરામ કશ્યપ મિરતુર જિલ્લા પંચાયત વિસ્તારના સભ્ય હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલાને ગંભીરતાથી લઈ તેની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા
નક્સલીઓએ આ પહેલા પણ 3 જિલ્લા પંચાયત સભ્યોની હત્યા કરી હતી
TI અને એખ SDOPની સાથે મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે. બીજાપુર SP કમલોચન કશ્યપે આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના ગૃહ ગ્રામ તાલનારમાં નક્સલીઓએ ગોળી મારીને અને ગળા પર વાર કરી હત્યા કરી નાખી. નક્સલીઓએ બીજાપુર જિલ્લામાં આ પહેલા પણ ત્રણ જિલ્લા પંચાયત સભ્યોની હત્યા કરી નાખી હતી.