ETV Bharat / bharat

એન્ટિલિયા કેસઃ પુરાવા નાશ કરવામાં સબ ઇન્સ્પેક્ટર રિયાઝુદ્દીને સચિન વાઝેની મદદ કરી - અંબાણીના ઘરની બહાર વાહન મળ્યું હતું

એન્ટિલિયા કેસ મામલે NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હવે એન્ટિલિયા કેસમાં NIAએ સચિન વાઝેના નજીકના વ્યક્તિ પોલીસ સબ ઈન્સ્પેક્ટર રિયાઝુદ્દીન કાઝીનું નામ સામે આવ્યું છે. આ રિયાઝુદ્દીને આ કેસના પુરાવા નાશ કરવામાં વાઝેની મદદ કરી હતી. NIAને એક વીડિયો પણ મળ્યો છે, જેમાં રિયાઝુદ્દીન આ કેસ સંબંધિત પુરાવાઓને નાશ કરવા માટે વિક્રોલીમાં એક ગેરેજ પર ગયો હતો.

એન્ટિલિયા કેસઃ પુરાવા નાશ કરવામાં સબ ઇન્સ્પેક્ટર રિયાઝુદ્દીને સચિન વાઝેની મદદ કરી

author img

By

Published : Mar 30, 2021, 12:05 PM IST

  • એન્ટિલિયા કેસમાં આવ્યો નવો વળાંક, NIAને એક વીડિયો મળી આવ્યો
  • વીડિયોમાં વાઝેની મદદ કરનારા સબ ઈન્સ્પેક્ટર રિયાઝુદ્દીન નજરે પડ્યો
  • રિયાઝુદ્દીન આ કેસ સંબંધિત પુરાવાને નાશ કરવામાં વાઝેની મદદ કરી હતી

આ પણ વાંચોઃ દેવરિયામાં હોળી રમ્યા બાદ નદીમાં સ્નાન કરવા ગયેલા 5 યુવક ડૂબ્યા

મુંબઈઃ એન્ટિલિયા કેસમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે. હવે આ કેસમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી સચિન વાઝેની મદદ કરવા બદલ સબ ઈન્સ્પેક્ટર રિયાઝુદ્દીનનું નામ સામે આવ્યું છે. હવે એન્ટિલિયા કેસમાં NIAએ સચિન વાઝેના નજીકના વ્યક્તિ પોલીસ સબ ઈન્સ્પેક્ટર રિયાઝુદ્દીન કાઝીનું નામ સામે આવ્યું છે. આ રિયાઝુદ્દીને આ કેસના પુરાવા નાશ કરવામાં વાઝેની મદદ કરી હતી. NIAને એક વીડિયો પણ મળ્યો છે, જેમાં રિયાઝુદ્દીન આ કેસ સંબંધિત પુરાવાઓને નાશ કરવા માટે વિક્રોલીમાં એક ગેરેજ પર ગયો હતો.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના બાબુલ સુપ્રિયોએ એક વ્યક્તિને મારી થપ્પડ

સચિન વાઝે અને મનસુખ હિરેને 9 મિનીટ સુધી કારમાં વાતચીત કરી હતી

આ પહેલા NIAની ટીમે મીઠી નદીમાં પણ તપાસ કરી હતી, જ્યાં સચિન વાઝેએ નદીમાં નાખેલી નંબર પ્લેટો, કમ્પ્યુટરના સાધનો જેવા પુરાવા મળી આવ્યા હતા. આ ઉપરાંત NIAએ સચિન વાઝે અને મનસુખ હિરેન વચ્ચે 17મી ફેબ્રુઆરીએ મળેલી બેઠકના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, મનસુખ 17 ફેબ્રુઆરીએ સવારે 8.35 વાગ્યે વાલચંદ હિરાચન રોડ પરના સિગ્નલમાંથી એક કારમાં પ્રવેશ કરી રહ્યો છે. આ કાર થોડીક આગળ પણ ગઈ હતી. GPO સિગ્નલ પર આ કાર પહોંચી ત્યારે સચિન વાઝે કારમાં બેઠો હતો. વાઝે સાથે 9 મિનીટ સુધી વાતચીત કર્યા પછી હિરેન કારમાંથી બહાર નીકળીને રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યો હતો.

કાર ચોરીનો કેસ નોંધવા પોલીસ પર દબાણ કરાયુંઃ NIA

NIAના દાવા મુજબ, મનસુખ હિરેને સ્કોર્પિયો કારની ચાવી સચિન વાઝેને આપી હતી. આ કારને સચિને વિક્રોલી હાઈવે પર છોડી દીધી હતી. વાઝેએ તેને બીજા દિવસે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કારની ચોરી થયાની ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. NIAએ આક્ષેપ કર્યો છે કે, વિક્રોલી પોલીસના અદિકારીઓ ઉપર કાર ચોરીનો કેસ નોંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.