ઉત્તરપ્રદેશ: અલીગઢમાં પતિ-પત્ની વચ્ચે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીના નાજુક ભાગોને શુદ્ધ કરવા માટે પતિ દ્વારા ક્રીમ લગાવવામાં આવી હતી. જેના કારણે તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. જ્યારે પત્નીએ તેનો વિરોધ કર્યો તો પતિએ તેને કોઈને ન કહેવાની ધમકી આપી માર માર્યો હતો. આ ઘટના બન્ના દેવી પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું સામે આવ્યુ છે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો: અહીં અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ અલીગઢમાં આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આરોપ છે કે પતિ દ્વારા મહિલાના નાજુક અંગો પર ક્રીમ લગાવવામાં આવી હતી. ક્રીમ લગાવ્યા પછી જ્યારે મહિલાને બર્નિંગ અને પરેશાની થઈ તો તેણે તેનું કારણ પૂછ્યું અને વિરોધ કર્યો.
મહિલાનું કહેવું છે કે, આ ઘટના થોડા સમય પહેલા બની હતી. 13 મેના રોજ તેના પતિએ સૂતી વખતે નાજુક ભાગ પર ક્રીમ લગાવી હતી. જેના કારણે તેના અંગ બળી ગયા હતા. પત્નીએ ક્રીમ લગાવવાનું કારણ પૂછ્યું તો, પતિએ કહ્યું કે આ શરીરને સુંદર બનાવા માટેની ક્રીમ છે. તેણે કોઈને ફરિયાદ ન કરવાનું કહ્યું. પત્નીએ વિરોધ કર્યો તો પતિએ તેને માર માર્યો. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તે જ પીડિતા પત્નીએ બન્ના દેવી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
આ મામલે સ્ટેશન ઈન્ચાર્જ પ્રદીપ કુમારે જણાવ્યું કે, મહિલાની ફરિયાદ પર તેના પતિ વિરુદ્ધ અભદ્રતા, મારપીટ અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કલમ 323, 504, 506 હેઠળ કેસ નોંધ્યો છે. ઇન્સ્પેક્ટર રાહુલ કુમાર સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.