ETV Bharat / bharat

બાળકોમાં ઓનલાઈન શિક્ષણની અસર

લગભગ એક વર્ષ પસાર થવા આવ્યું છે, ત્યારે આપણે સમજી ચૂક્યાં છીએ કે, આગળ પણ આપણે ઓનલાઇન શિક્ષણ પર નિર્ભર રહેવું પડશે. ગેજેટ્સના વધી રહેલા વપરાશ સાથે વાચન, સમજૂતી, પ્રેરણા અને શીખનારની સામેલગીરીમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું જોવા મળ્યું છે.

બાળકોમાં ઓનલાઈન શિક્ષણની અસર
બાળકોમાં ઓનલાઈન શિક્ષણની અસર
author img

By

Published : Feb 22, 2021, 2:56 PM IST

  • ઓનલાઇન શિક્ષણની બાળકોની એકાગ્રતા પર પડતી અસર
  • બાળકો ઇયર ફોનના કારણે અસુવિધા અનુભવે છે
  • ઘરમાંથી આવતા અવાજોના કારણે શિક્ષણમાં વિક્ષેપ સર્જાય

ETV ભારત સુખીભવની ટીમે ઓનલાઇન શિક્ષણમાં ધ્યાનની ભૂમિકા અને તેમાં કેવી રીતે સુધારો કરી શકાય, તે વિશે સમજૂતી મેળવવા માટે મુંબઇ સ્થિત માઇન્ડસાઇટ, માઇન્ડઆર્ટ એન્ડ કોફી કન્વર્ઝેશન્સનાં પ્લે થેરપિસ્ટ અને સાઇકોલોજિસ્ટ કુ. કાજલ યુ. દવે સાથે વાતચીત કરી હતી.

શિક્ષણ અને સ્મૃતિની વાત આવે, ત્યારે ધ્યાન અથવા એકાગ્રતા મહત્વનું પાસું છે. અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, ધ્યાન આપવાનો સમય જેટલો ટૂંક હોય, શિક્ષણનું આઉટકમ પણ એટલું જ ઓછું હોય છે. ઓનલાઇન શિક્ષણ શરૂ થયું, તે પહેલાં માતા-પિતાને તેમનું બાળક શાળામાં યોગ્ય રીતે અભ્યાસ કરે છે, પણ ઘરે બરાબર અભ્યાસ કરતું નથી, તે બાબતે ચિંતા સતાવતી હતી. હવે જ્યારે ઓનલાઇન શિક્ષણ એક નિયમ બની ચૂક્યું છે, ત્યારે બાળકોનું ધ્યાન ઘરમાં ચાલી રહેલાં કાર્યો, પરિવારજનોની ચાલી રહેલી વાતચીતો, ટીવી પર ચાલી રહેલો કાર્યક્રમ વગેરે કારણોસર વિચલિત થાય છે અને જો કોઇ તેમને જોતું ન હોય, તો તેઓ બીજી કોઇ ઓનલાઇન પ્રવૃત્તિ કરવા લાગે છે. આ તમામ બાબતોની વચ્ચે બાળકો જે શીખવવામાં આવે છે, તેના પર ભાગ્યે જ ધ્યાન આપે છે. તેઓ થાકી પણ જાય છે.

એક જગ્યાએ બેસી રહેવાની તેમની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. શિક્ષકની હાજરીમાં ભણવા માટે ટેવાયેલાં બાળકો આ સ્થિતિનો સામનો કરી શકતાં નથી. શિક્ષણનાં મોડ્યૂલ્સમાં ઓનલાઇન પદ્ધતિ માટે ઘણો ફેરફાર કરવામાં આવ્યો હોવા છતાં માત્ર વાંચીને, સમજીને જ શીખી શકનારાં બાળકોને આ નવતર વિકલ્પો દ્વારા શિક્ષણ મેળવવામાં મુશ્કેલીનો અનુભવ થઇ રહ્યો છે. ઓનલાઇન શિક્ષણમાં બાળકે ઊભા થઇને સમગ્ર વર્ગ સમક્ષ વાંચન કરવાનું નથી હોતું. શિક્ષક આખા વર્ગની વચ્ચે વાચન કરવા માટે બોલાવે વગેરે જેવાં પ્રેરણાત્મક પ્રસંગો પણ શક્ય નથી. વળી, વિક્ષેપ કરનારાં પરિબળોની વચ્ચે બાળકની સામેલગીરી પર ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. મલ્ટિટાસ્કિંગ (એક કરતાં વધુ પ્રવૃત્તિઓ) કરવા ન ટેવાયેલાં બાળકો માટે સાંભળવું, જવાબો લખવા કે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરવો અને જે શીખવવામાં આવી રહ્યું હોય, તે સમજવું – આ બધું એકસાથે કરવું મુશ્કેલ બને છે. કેટલાંક બાળકો ઇયર ફોનના કારણે અસુવિધા અનુભવે છે અને ઇયરફોન ન પહેરે, તો ઘરમાંથી આવતા અવાજોના કારણે શિક્ષણમાં વિક્ષેપ સર્જાય છે.

ઓનલાઇન ઇ-લર્નિંગને વધુ અસરકારક બનાવવા માટેના ઉપાયોઃ

સેશન્સ (વર્ગો)ની વચ્ચે વિરામ આપવાનો પ્રયત્ન કરવો, જેથી બાળકની એકાગ્રતા વધારી શકાય.

બાળકના અભ્યાસ માટે તેના ધ્યાનમાં દ્રશ્ય વિક્ષેપ ન સર્જાય, તેવી શાંત જગ્યા પસંદ કરવાનો પ્રયત્ન કરવો.

સ્ક્રીન પર નજર રાખવામાં બાળકને તકલીફ ન પડે, તે રીતે તેને ગોઠવવાની કોશીશ કરવી, કારણ કે, બાળકનો અડધો સમય માત્ર ચોક્કસ લખાણ વાંચવામાં પસાર થતો હોય છે અને તેનાથી તેની દ્રષ્ટિને નુકસાન પહોંચી શકે છે.

બાળકને જે શીખવવામાં આવ્યું, તે તે સમજ્યું છે કે કેમ, તે જાણવા મેમરી ગેમ્સના સ્વરૂપમાં તેને નાની ક્વિઝ રમાડો. ઘણી વખત બાળક કહે કે તેને સમજ પડી છે, પણ તે યોગ્ય રીતે સમજ્યું છે, તેનું મૂલ્યાંકન આ રીતે કરી શકાય.

જો શક્ય હોય, તો દરેક પાઠમાં વિડિયો, કેટલીક ફન ફેક્ટ્સ વગેરેને સામેલ કરી શકાય અને ઘરે પ્રયોગ કરવા માટેનાં હોમ એસાઇન્મેન્ટ્સ આપી શકાય. શિક્ષક વિજ્ઞાન કે સામાજિક અભ્યાસ જેવા વિષયો સમજાવવા માટે બાળકોને ઘરની કેટલીક ચીજવસ્તુઓ કે જરૂરી વસ્તુઓ પાસે રાખવા જણાવી શકે છે.

અંગ્રેજીનો વિષય ભણાવવા માટે (વિદ્યાર્થીઓને લખાણની નીચે પેનથી લીટી કરવાની ટેવ હોય છે, તેથી) શિક્ષક તેમને લખાણ નીચે લીટી કરવામાં મદદરૂપ થઇ શકે છે, જેથી પાઠના મહત્વના મુદ્દાઓને સહેલાઇથી સમજાવી શકાય છે.

બાળકને વ્હાઇટ બોર્ડ પર સમરી (સાર) લખવા આપો, જેથી વિદ્યાર્થીઓને જે પણ યાદ રહ્યું હોય, તે જોઇ શકાય.

દરેક વિભાવનાને નાનાં કાર્યોમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કરો. એક તરફની સ્ક્રીન કે સ્લાઇડ પર માત્ર પ્રશ્નોની થોડી તસવીરો જ રાખો, જેથી અલ્પતમ રજૂઆતમાં બાળક વધુ ધ્યાન આપી શકે.

બાળકની નાની સિદ્ધિ બદલ તેની પ્રશંસા કરો, તે ઘણી મદદરૂપ નીવડે છે.

વધુ જાણકારી માટે davekajal26@gmail.com પર કુ. કાજલ યુ. દવેનો સંપર્ક કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.