ETV Bharat / bharat

ત્રિપુરામાં નડ્ડાની રેલી દરમિયાન ભાજપના કાર્યકરો પર હુમલો, એકની ધરપકડ - ખુમુલવંગમાં ભાજપના સમર્થકો પર કથિત રીતે હુમલો

ત્રિપુરા પોલીસે સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની રેલીમાં ભાગ લેવા આવેલા સમર્થકો પર કથિત હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે જ સમયે, અન્ય 28 વિરુદ્ધ નોટિસ જારી કરવામાં આવી છે. BJP President JP Nadda Railly In Tripura,BJP supporters allegedly attacked in Khumulwang

Etv Bharatત્રિપુરામાં નડ્ડાની રેલી દરમિયાન ભાજપના કાર્યકરો પર હુમલો, એકની ધરપકડ
Etvત્રિપુરામાં નડ્ડાની રેલી દરમિયાન ભાજપના કાર્યકરો પર હુમલો, એકની ધરપકડ Bharat
author img

By

Published : Sep 2, 2022, 4:28 PM IST

અગરતલા: ત્રિપુરામાં જેપી નડ્ડાની રેલીમાં (BJP President JP Nadda Railly In Tripura) ભાગ લેવા આવેલા સમર્થકો પર કથિત હુમલાના(BJP supporters allegedly attacked in) સંબંધમાં પોલીસે ગુરુવારે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને ભાજપના સમર્થકો પર કથિત રીતે હુમલો કરવાના આરોપમાં 28 આરોપીઓને નોટિસ જારી કરી હતી. સોમવારે ખુમુલવાંગમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની જાહેર રેલીમાં ભાગ લેવા પહોંચેલા સમર્થકો પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:PM મોદીએ INS વિક્રાંત કર્યું લોન્ચ, જૂઓ વીડિયો

20 કાર્યકરો પર હુમલોઃ શાસક પક્ષ ભાજપે સોમવારે આરોપ લગાવ્યો હતો કે રાજ્યના વિવિધ ભાગોમાં TIPRA(The Indigenous Progressive Regional Alliance) ના સમર્થકો દ્વારા તેની પાર્ટીના 20 થી વધુ કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. એક અખબારી નિવેદનમાં ત્રિપુરા પોલીસે જણાવ્યું હતું કે ખુમુલવાંગ ખાતે 29 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની રેલીના સંબંધમાં પહોંચેલા સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:મુંબઈમાં ભક્તોની અનેરી ભક્તિ, સોના ચાંદીના દાગીના બપ્પાને આપ્યા દાનમાં

7 કેસ નોંધાયાઃ પશ્ચિમ ત્રિપુરા, ખોવાઈ અને સિપાહીજાલા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં આ સંબંધમાં કુલ 07 કેસ નોંધાયા હતા. કેસની તપાસ દરમિયાન, પોલીસે વધુ કાનૂની કાર્યવાહી માટે 28 આરોપીઓને CRPCની કલમ 41A હેઠળ નોટિસ પાઠવી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનાઓમાં સંડોવાયેલા અન્ય લોકોની ધરપકડ કરવા માટે વધુ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.