મુંબઈ : ભારતીય હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, ધુલે, જલગાંવ અને નાસિક જિલ્લામાં શુક્રવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMDએ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું કે, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદ પડશે.
-
#Mumbai Rain since 0830 hrs IST (in mm) #Santacruz 92.5; #Colaba 43.6; #Dahisar 71.0; #Juhu 84.0; #Rammandir 88.0; #Matunga 75.5; Sion 75.2
— India Meteorological Department (@Indiametdept) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
light to moderate rainfall is likely over Mumbai during nigh time.@RMC_Mumbai@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts
">#Mumbai Rain since 0830 hrs IST (in mm) #Santacruz 92.5; #Colaba 43.6; #Dahisar 71.0; #Juhu 84.0; #Rammandir 88.0; #Matunga 75.5; Sion 75.2
— India Meteorological Department (@Indiametdept) September 7, 2023
light to moderate rainfall is likely over Mumbai during nigh time.@RMC_Mumbai@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts#Mumbai Rain since 0830 hrs IST (in mm) #Santacruz 92.5; #Colaba 43.6; #Dahisar 71.0; #Juhu 84.0; #Rammandir 88.0; #Matunga 75.5; Sion 75.2
— India Meteorological Department (@Indiametdept) September 7, 2023
light to moderate rainfall is likely over Mumbai during nigh time.@RMC_Mumbai@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts
આ રાજ્યમાં જોવા મળશે વરસાદ : હવામાન કચેરીએ ઉત્તર મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત ભારતના ઘણા ભાગોમાં મધ્યમથી તીવ્ર વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD તાજેતરના સેટેલાઇટ ઇમેજરીમાંથી અહેવાલ આપે છે કે, તીવ્ર સંવર્ધક વાદળોમાં પ્રવૃત્તિ જોવા મળી રહી છે. જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ બિહાર, ઉત્તર મહારાષ્ટ્ર, ગુજરાત પ્રદેશ અને મધ્ય પ્રદેશના ભાગોમાં મધ્યમથી તીવ્ર તોફાન અને વીજળી પડવાની સંભાવના છે.
IMD એ વરસાદ અંગે આપી આગાહી : X પર IMD દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં રાત્રિ દરમિયાન વરસાદ પડી શકે છે. 'X' પર પોસ્ટની માહિતીમાં જણાવાયું છે કે, ગુરુવારે સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે અને રાત સુધી વધુ વરસાદની અપેક્ષા છે.
વરસાદના આંકડા સામે આવ્યા : X પરની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સવારે 8:30 વાગ્યાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. IMDના આંકડા અનુસાર, ગુરુવારે સવારે 8:30 વાગ્યા સુધી મુંબઈના સાંતાક્રુઝમાં 92.5 મીમી, કોલાબામાં 43.6 મીમી, દહિસરમાં 71.0 મીમી, જુહુમાં 84.0 મીમી, રામ મંદિરમાં 88.0 મીમી, માટુંગામાં 75.5 મીમી વરસાદ નોંધાયો હતો. IMDની પોસ્ટમાં, મુંબઈના સાયનમાં રાત્રિ દરમિયાન 75.2 મીમી વરસાદ નોંધાયો હતો.
અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડશે : આ પહેલા ગુરુવારે હવામાન કચેરીએ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આ સાથે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.