ETV Bharat / bharat

Illegal Conversion: સમગ્ર દેશમાંથી 450 લોકો UP STFના રડાર પર - ધર્માંતરણ

ઉત્તર પ્રદેશ STFએ 21 જૂને જે ગેરકાયદેસર ધર્માતરણના કેસનો ખુલાસો કર્યો હતો, તેમા લગભગ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે ગેરકાનુની ધર્માતરણનુ નેટવર્ક આખા દેશના 24 રાજ્યોમાં ફેલાયેલું છે. આ કેસમાં 450 લોકો ઉત્તર પ્રદેશ STFના રડારમાં છે.

આખા દેશમાંથી 450 લોકો UP STFના રડાર પર
આખા દેશમાંથી 450 લોકો UP STFના રડાર પર
author img

By

Published : Jul 2, 2021, 3:16 PM IST

Updated : Jul 2, 2021, 3:25 PM IST

  • દેશના 24 રાજ્યમાં ધર્માંતરણનું નેટવર્ક
  • UP STFના રડારમાં 450 લોકો
  • 21 જૂને ધર્માતરણ કેસનો ખુલાસો

લખનઉ: ઉત્તર પ્રદેશ STFએ 21 જૂને જે ગેરકાયદેસર ધર્માંતરણ (Illegal Conversion)ના કેસનો ખુલાસો કર્યો હતો, તેમા લગભગ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમા ગૌતમ અને જહાંગીર સિવાય મન્નુ યાદવ ઉર્ફ અબ્દુલ મન્નાન ઇરફાન શેખ, રાહુલ ભોલા, સલાઉદ્દીન સામેલ છે. મોટી વાત એ છે કે ધર્માંતરણનું આ નેટવર્ક દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્રા સહિત દેશના 24 રાજ્યોમાં ફેલાયેલું છે.

21 જૂન- ગેરકાનૂની ધર્માતરણના કેસનો ખુલાસો

ઉત્તર પ્રદેશ ATSએ દિલ્હીના જામિયા નગરથી ઉમર ગૌતમ અને જહાંગીરની ધરપકડ બાદ 21 જૂનને આ કેસનો ખુલાસો કર્યો હતો. આ બાબતે ખુલાસો કરતા ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, આ ટોળકીએ 1 હજારથી વધુ લોકોના ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાવ્યાં છે. ADG પ્રશાંત કુમારના જણાવ્યાં અનુસાર, ઉત્તર પ્રદેશમાં મોટી માત્રામાં ધર્માંતરણના કેસો ATS પાસે આવી રહ્યા છે. મૂક-બધીર વિદ્યાર્થીઓ તથા આર્થિક રીતે નબળાઓને નોકરી અને લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓના પણ ધર્માંતરણ કરવામાં આવ્યાં છે. આ માટે ISI અને અને વિદેશમાંથી ફડિંગ મળી રહ્યું છે. ATSએ દિલ્હીના જામિયા નગરમાંથી ઉમર ગૌતમ અને જાહાંગીર નામના એવા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમની પ્રદેશમાં ધર્માંતરણ કરાવવામાં મોટી ભૂમિકા છે. ઉમર ગૌતમ અને જાહાંગીરની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે, ઈસ્લામિક દાવા સેન્ટર નામની સંસ્થા આમાં સામેલ છે, જેનું સંચાલન ઉમર ગૌતમ કરી રહ્યો હતો. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરથી સંચાલિત નોઈડા ડેફ સોસાયટીના 117 મૂક-બધીર બાળકોનું નોકરીની લાલચે ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું.

ઉમર ગૌતમ અને જહાંગીર ઝડપાયા
ઉમર ગૌતમ અને જહાંગીર ઝડપાયા

28 જૂન- UP ATSએ ત્રણ આરોપીને દબોચ્યાં

28 જૂને UP ATSએ ગુરુગ્રામથી મન્નુ યાદવ, મહારાષ્ટ્રના બિડમાંથી ઇરફાન શેખ, દિલ્હીથી રાહુલ ભોલા નામના 3 આરોપીઓને ગેરકાયદેસર ધર્માંતરણના કેસમાં ધરપકડ કરી હતી. આ આરોપીઓની ધરપકડ મુખ્ય આરોપી મૌલાના ઉમર ગૌતમ અને જાહાંગીરને રીમાંડ દરમિયાન પૂછપરછમાં મળેલી જાણકારીના આધારે કરવામાં આવી હતી. ત્રણે હાલમાં જેલમાં છે રીમાન્ડ મળ્યા બાદ તેઓની પૂછપરછ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે મન્નુ યાદવ ખુદ મૂક-બધીર છે અને ધર્મપરીવર્તન કર્યા બાદ તે પણ આ ટોળકીમાં સામેલ થઈ ગયો હતો. આ સાથે ATSને ઇરફાન પાસેથી પણ મહત્વની જાણકારી મળવાની આશા છે.

UP ATS એ ત્રણ આરોપીને ઝડપ્યાં
UP ATS એ ત્રણ આરોપીને ઝડપ્યાં

30 જૂન - ગુજરાતના વડોદરાથી આરોપી સલાઉદ્દીનની ધરપકડ

UP ATSએ ગેરકાયદેસર ધર્માંતરણ કેસમાં લખનઉની જેલમાં બંધ આરોપી ઉમર ગૌતમને હવાલાના મારફતે પૈસા મોકલનાર આરોપી સલાઉદ્દીનની ગુજરાત વડોદરાથી ધરપકડ કરી હતી. તેને 3 દિવસ માટે ટ્રાજિંક રિમાન્ડ પર લખનઉ લાવવામાં આવ્યો છે.

ધર્માતરણ કેસ
ધર્માતરણ કેસ

દેશના 24 રાજ્યોમાં ફેલાયેલુ છે નેટવર્ક

ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, ઝારખંડ, સહિત 24 રાજ્યોમાં ધર્મ પરીવર્તન કરાવતા 420 લોકો પર UP ATS નજર રાખીને બેઠી છે. 7 દિવસની રિમાન્ડ દરમિયાન ઈસ્લામિક દાવા સેન્ટર સાથે સંબંધ રાખનાર મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમીની કરવામાં આવેલી પૂછપરછના બીજા દિવસે તેઓએ ધર્માંતરણ સાથે જોડાયેલા 450 લોકોનુ લિસ્ટ આપ્યું છે. દિલ્હીના બાટલા હાઉસને ઉમર ગૌતમે પોતાનું હેડ ક્વાટર બનાવ્યું હતું. ATSના ઓફિસરો હવે આ ચિન્હીંત લોકોની પૂછપરછ કરી ઉમર અને જહાંગીરનુ કનેક્શન શોધશે. અપર મુખ્ય સચિલ અવનીશ અવસ્થિની વાત માનીએ તો ઉમર ગૌતમએ અને જહાંગીરે અત્યાર સુધી 1000 લોકોના ધર્મ પરીવર્તન કરાવ્યાની વાત સ્વીકારી છે. આરોપીઓની પૂછપરછના આધારે UP ATSએ ધર્મપરીવર્તન કરાવતા 450 લોકોનુ લિસ્ટ તૈયાર કર્યું છે. ATS હવે આ લોકોની પૂછપરછ કરશે. આ માટે અન્ય રાજ્યો અને કેન્દ્રની એજન્સીઓની મદદ લેવામાં આવશે. આ 450 લોકોમાંથી 156 લોકો દિલ્હીના છે અને 122 લોકો ઉત્તર પ્રદેશના છે. આ એવા લોકો છે જે હિન્દુ માથી મુસ્લિમ બન્યા છે. આમાંથી 50 ખાલી ફતેહપુરના છે અને 2 લખનઉના રહેવાસી છે.

ધર્માતરણ કેસ
ધર્માતરણ કેસ

આ પણ વાંચોઃ Gujarat Religious Conversion Case : સુરતના સંતોષને લાલચ આપીને અબ્દુલ્લા બનાવ્યો હોવાનો પરિજનોનો આક્ષેપ

દોઢ વર્ષમાં 33 લોકોનું ધર્મપરીવર્તન

ઈસ્લામિક દાવા સેન્ટર સાથે સંબંધ રાખનાર મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમી દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં ધર્માંતરણનાં 81 ફોર્મ વેંચ્યા છે. મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમીની સહી સાથે 7 જાન્યુઆરી 2020 થી 12 મે 2021ની વચ્ચે 33 લોકોનું ધર્માંતરણ કરવવામાં આવ્યું હતું. જેમાં 18 મહિલાઓ 15 પુરુષો સામેલ હતા. જો રાજ્યવાર વાત કરવામાં આવે તો સૌથી વધુ દિલ્હીમાં 14, ઉત્તર પ્રદેશમાં 9, બિહારમાં 3, મધ્ય પ્રદેશમાં 2 , ગુજરાત, આસામ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને કેરળમાંથી 1-1 લોકોના આ સમય દરમિયાન ધર્મપરીવર્તન કરવામાં આવ્યા હતા. જે 33 લોકોના ધર્માંતરણ કરવામાં આવ્યા છે તેમાં એક વ્યક્તિ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો છે જે સૌથી ઓછું ભણેલો છે. તેણે હાલમાં 8 જૂને જ ધર્મપરીવર્તન કર્યું હતું.

ધર્માંતરણ કરાવાવાળા ડોક્ટરો, એન્જીનીયર

ધર્માંતરણ કરનારાઓમાં બી.ટેક સુધી ભણેલા શિક્ષકો, એમબીએ પાસ થયા પછી નોકરી કરતા યુવાનો, સિનિયર સોફ્ટવેર એન્જિનિયર, દિલ્હી હોસ્પિટલની સ્ટાફ નર્સ, ગુજરાતના એમબીબીએસ ડોક્ટર, ઇલેક્ટ્રિકલ્સમાં ડિપ્લોમા ધારક એમફાર્મા, પીએચડી યુવાનો શામેલ છે. દરેક વ્યક્તિએ ઇસ્લામિક દાવા સેન્ટરના નિયત ધર્માંતરણ ફોર્મ સાથે સોગંદનામું પણ જોડ્યું છે. જેમાં તે લેખિતમાં કહી રહ્યા છે કે તે કોઈ પણ લોભ કે ડર વિના પોતાનો અસલ ધર્મ છોડીને ઇસ્લામ સ્વીકારે છે.

આ પણ વાંચોઃ ધર્મપરિવર્તન કેસમાં એક શખ્સની ATSએ કરી ધરપકડ

12 જૂને કરવામાં આવેલુ છેલ્લુ ધર્માંતરણ

મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમી દ્વારા છેલ્લું ધર્માંતરણ 12 જૂન 2021ના રોજ કરવામાં આવ્યું હતું. જેના 7 દિવસ પછી UP ATSએ મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમીની ધરપકડ કરી હતી. બીજી તરફ, UP ATSએ બંને આરોપીને રિમાન્ડ પર લઇને પૂછપરછ કરી હતી. 2 દિવસ સુધી ચાલેલી પૂછપરછમાં ધર્મપરિવર્તન સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓના જોડાણ, ઇસ્લામિક દાવા કેન્દ્ર સાથે આ સંસ્થાઓનું જોડાણ, ઉમર ગૌતમ અને જહાંગીર કાસમી આ સંસ્થાઓ સાથે કેવી રીતે સંબંધિત છે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કેસમાં આવકવેરા વિભાગની પણ મદદ લેવામાં આવશે.

Last Updated : Jul 2, 2021, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.