- વર્ષ 2021 માટે NIRFની રેન્કિંગ જાહેર
- IIT મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન
- કેન્દ્રિય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કરી જાહેરાત
નવી દિલ્હીઃ કેન્દ્રિય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે (ગુરુવારે) વર્ષ 2021ની NIRF રેન્કિંગ (નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) જાહેર કરી છે, જેમાં આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરીમાં IIT મદ્રાસની દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા તરીકે પસંદગી થઈ છે. તો IISC બેંગલુરુ બીજા અને IIT બોમ્બે ત્રીજા ક્રમાંકે છે. બેસ્ટ યુનિવર્સિટી કેટેગરીમાં IISC બેંગલુરુ પહેલા, JNU બીજા અને BHU ત્રીજા ક્રમાંકે છે. આ વર્ષે રેન્કિંગ ફ્રેમવર્કમાં ટોપ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ્સની કેટેગરીમાં સામેલ થઈ છે. આ કેટેગરીમાં આ વર્ષે IISC બેંગલુરુ પહેલા, IIT મદ્રાસ બીજા અને IIT બોમ્બે ત્રીજા સ્થાન પર રહ્યું હતું.
આ પણ વાંચો- સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ICCRના લિસ્ટમાં થઈ સામેલ, અહીં હવે વિદેશના વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત ભણશે
દેશના ટોપ 5 મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ
- ભારતીય મેનેજમેન્ટ સંસ્થા (IIM), અમદાવાદ
- ભારતીય મેનેજમેન્ટ સંસ્થા (IIM), બેંગલુરુ
- ભારતીય મેનેજમેન્ટ સંસ્થા (IIM), કોલકાતા
- ભારતીય મેનેજમેન્ટ સંસ્થા (IIM), કોઝીકોડ
- IIT, દિલ્હી
આ પણ વાંચો- ARWUના સરવેમાં કોલકાતા યુનિવર્સિટીએ પહેલો ક્રમાંક મેળવ્યો
આ છે ટોપ આર્કિટેક્ચર સંસ્થા
1. IIT, રૂડકી
2. NIT, કાલીકટ
3. IIT, ખડગપુર
4. સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર, નવી દિલ્હી
5. સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટી, અમદાવાદ..
NIRF રેન્કિંગ શું છે?
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી દર વર્ષે નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફેર્મવર્ક (NIRF) રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. દેશની યુનિવર્સિટીઝ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને ફાર્મસી સંસ્થાઓની રેન્કિંગ માટે NIRF સંસ્થા બનાવવામાં આવી છે. આ પહેલા રેન્કિંગ માટે કોઈ સરકારી સંસ્થા નહતી. ખાનગી સંસ્થાઓ રેન્કિંગ જાહેર કરતી હતી, જેના ઉપર વિવિધ પ્રશ્નો ઉભા થતા હતા, પરંતુ હવે વિવિધ ધોરણોના આધારે સરકાર તરફથી સરકારી અને ખાનગી સંસ્થાઓને રેન્કિંગ આપવામાં આવે છે. NIRF રેન્કિંગ સંસ્થાનોને ટિચિંગ લર્નિંગ એન્ડ રિસોર્સીઝ, રિસર્ચ એન્ડ પ્રોફેશનલ્સ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટકમ, આઉટરીચ એન્ડ એંક્યુસિવિટી, પરસેપ્શનના આધારે આપે છે.