- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા
- હોસ્પિટલમાં દાખલ થવા રહેઠાણ સર્ટિફિકેટ જરૂરી નહીંઃ સુપ્રીમ કોર્ટ
- કેન્દ્ર સરકાર દર્દીઓને દાખલ કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવેઃ સુપ્રીમ કોર્ટ
દેશમાં કોરોનાની સ્થિતિ જોઈને સુપ્રીમ કોર્ટ નારાજ દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે, સરકાર 2 અઠવાડિયાની અંદર કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે. કોર્ટે એ પણ કહ્યું હતું કે, કોઈ પણ દર્દીને સ્થાનિક રહેણાંક સર્ટિફિકેટ ન હોવાના કારણે કોઈ પણ અન્ય હોસ્પિટલમાં દાખલ કરવા કે આવશ્યક દવા ઉપલબ્ધ કરાવવાથી ઈનકાર ન કરી શકે.
આ પણ વાંચોઃ દિલ્હી ઔદ્યોગિક રાજ્ય નથી, ટેન્કર મળી શકે છે: હાઈકોર્ટ
મદદ માગતા કોઈ પણ વ્યક્તિનું શોષણ થશે તો દંડનીય કાર્યવાહી કરાશે
સુપ્રીમ કોર્ટે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા અંગે કેન્દ્ર સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ રવિન્દ્ર ભટની ત્રણ સભ્યની બેન્ચે કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેઓ સૂચના જાહેર કરે કે સોશિયલ મીડિયા પર સૂચના રોકવા કે કોઈ પણ જગ્યાથી મદદ માગતા લોકોનું શોષણ કરવાની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં માત્ર 25 બેડ જ ખાલી
સુપ્રીમ કોર્ટની બેન્ચે રજિસ્ટ્રારને પણ નિર્દેશ આપ્યા
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર રવિવારે અપલોડ કરવામાં આવેલા નિર્ણય અનુસાર, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ મુખ્ય સચિવ, DGP અને પોલીસ કમિશનર્સને જાણ કરે કે, સોશિયલ મીડિયા પર કોઈ પણ સૂચનાને રોકવા કે કોઈ પણ જગ્યાએથી મદદ માગતા લોકોનું શોષણ કરાશે તો કોર્ટ પોતાના ન્યાયાધિકાર અંતર્ગત દંડનીય કાર્યવાહી કરશે. બેન્ચે રજિસ્ટ્રારને પણ નિર્દેશ આપ્યા છે કે, આ નિર્ણયની કોપી દેશના તમામ જિલ્લાધિકારીઓને મોકલે.