જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં બદિયારા અને કનબાથી ગામો વચ્ચે બાંદીપોરા-સોપોર રોડ પર IED મળી (IED found in Kashmir Bandipora) આવ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને (Bomb Disposal Squad) ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે રસ્તા પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ડિફ્યુઝ કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા-સોપોર રોડ પરથી મળી આવ્યો IED : જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં સુરક્ષા દળોએ જંગલમાંથી બેગમાં રાખેલા ત્રણ IED વિસ્ફોટકો મળ્યા હતા. આ રીતે, સુરક્ષા દળોએ આતંકવાદીઓના સંભવિત વિસ્ફોટની યોજનાને નિષ્ફળ બનાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર બેગમાંથી વિસ્ફોટકો સિવાય 3 પુલના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે, જેનાથી એવું લાગે છે કે, આ પુલ આતંકવાદીઓનું નિશાન હતું જેઓ બેગ છોડીને ગયા હતા.
મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું : આર્મી અને પોલીસની સંયુક્ત શોધ ટીમે બુધવારે મોડી રાત્રે ગુલ સબ-ડિવિઝનના સાંગલદાનના બશારા-ધરમ જંગલોમાંથી આ બેગ મળી આવી હતી. વિસ્ફોટકોના છ પેકેટ, 49 કારતૂસ, એક-એક સેફ્ટી ફ્યુઝ, બેટરી અને ડિટોનેટર અને 20 મીટર લાંબી પાવર કોર્ડ મળી આવી હતી. અગાઉ 8 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ત્રણ IED અને સ્ટીકી બોમ્બ મળી આવ્યા હતા.
ID અને સ્ટીકી બોમ્બનો જથ્થો મળી આવ્યો : જમ્મુ ક્ષેત્રના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) મુકેશ સિંહે જણાવ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદના (Jaish e Mohammed) એક આતંકીની 2 ઓક્ટોબરે કઠુઆમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બિલાવર ગામનો આતંકવાદી ઝાકિર હુસૈન ભટ ઉર્ફે ઉમર ફારૂક સોશિયલ મીડિયા એપ્સ દ્વારા પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હતો. જમ્મુ ક્ષેત્રમાં હુમલો કરવા માટે ID અને સ્ટીકી બોમ્બનો જથ્થો મળી આવ્યો હતો.