શ્રીનગરઃ શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર (IED Found On Baramulla Highway) બુલગામમાં એક શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. તે IED હોવાની આશંકા હતી. આ પછી અધિકારીઓએ આ માર્ગ પરનો ટ્રાફિક અસ્થાયી ધોરણે બંધ કરી દીધો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં ટાઈમપાસ હોટલ પાસે બુલગામ હૈગામ ખાતે શંકાસ્પદ બોક્સ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: જમ્મુ -કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ આતંકીને ઠાર કર્યો
બારામુલ્લા હાઈવે પર IED મળી આવ્યો : સુરક્ષા દળોને IED વહન કરવાની શંકા હતી. તાત્કાલિક પોલીસ અને સેનાના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. સાવચેતીના પગલા રૂપે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે કાર્યવાહી કરી, ત્યારે નજીકના વિસ્તારનો ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, 'પાંચ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસે બારામુલ્લા જિલ્લાના સંગ્રામાના બુરખા વિસ્તારમાંથી IEDમળી આવ્યો. IEDને નિષ્ક્રિય કરવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: સુરક્ષા દળોએ બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો
કિશ્તવાડમાં બીજા દિવસે પણ કર્ફ્યુ ચાલુ : જમ્મુ-કાશ્મીરના રામબન, ભદરવાહ અને કિશ્તવાડમાં બીજા દિવસે પણ કર્ફ્યુ ચાલુ છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર તણાવને પગલે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદરવાહ શહેરમાં ગુરુવારે સાંજે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક તત્વો દ્વારા સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.