- શંકાસ્પદ રીતે નાખવામાં આવેલા લેન્ડમાઈનનો વિસ્ફોટ
- સુરક્ષા દળોનું જૂથ ઓપરેશન બાદ પરત ફરી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો
- બ્લાસ્ટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFનો જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મલકાનગિરી: ઓડિશાના મલકાનગિરીમાં રવિવારે નક્સલીઓ દ્વારા શંકાસ્પદ રીતે નાખવામાં આવેલા લેન્ડમાઈનનો વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFનો જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આ અંગે માહિતી આપી હતી.
જવાનની હાલત સ્થિર છે
વિસ્ફોટ થયો ત્યારે સુરક્ષા દળોનું એક જૂથ મથિલી પોલીસ સ્ટેશન હેઠળના ગાગપડ જંગલમાં ઓપરેશન બાદ પરત ફરી રહ્યું હતું. વિસ્ફોટમાં ગંભીર રીતે ઘવાયેલા BSF જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાદમાં તેમને છત્તીસગઢની રાયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મલકનગિરી પોલીસ અધિક્ષક ઋષિકેશ. ડી. ખિલારીએ જણાવ્યું કે, જવાનની હાલત હવે સ્થિર છે. ઘટના બાદ પોલીસે જંગલમાં સર્ચ ઓપરેશન ઝડપી પાડ્યું છે.