ચેન્નાઈઃ રવિવારે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી દીધું હતું. અફઘાનિસ્તાન કેપ્ટન હશમતઉલ્લાહ શાહિદીએ મંગળવારે જણાવ્યું કે ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં અમને ઈંગ્લેન્ડ સામેની જીતથી મળેલો આત્મવિશ્વાસ કામ લાગશે.
ન્યૂઝિલેન્ડ સામે આત્મવિશ્વાસથી રમીશુંઃ બુધવારે અફઘાનિસ્તાન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે. રવિવારે અફઘાનિસ્તાને 69 રનોથી ઈંગ્લેન્ડને હરાવી દીધું હતું. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને આ બીજી જીત નોંધાવી છે. ન્યૂઝિલેન્ડ હજુ સુધી આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યુ નથી તેથી તે અફઘાનિસ્તાનને મજબૂત ટક્કર આપી શકે છે. જો કે અફઘાનિસ્તાન કેપ્ટન આત્મવિશ્વાસથી ભરપૂર છે અને ન્યૂઝિલેન્ડ સામે જીતી જઈશું તેવો મત વ્યક્ત કરે છે.
અજય જાડેજા મેન્ટોરઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ચેમ્પિયન ગણાય છે તેમને હરાવવા તે અમારા માટે મોટી જીત છે. આ જીતને પરિણામે અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. અફઘાનિસ્તાન કેપ્ટને પ્રિ મેચ કોન્ફરન્સમાં આ વાત જણાવી હતી. આ બંને મેચોમાં અમને ધાર્યા કરતા વધુ સારા પરિણામ અમને મળ્યા છે. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનના મેન્ટોર તરીકે ભારતના અજય જાડેજા છે. શાહિદીએ કહ્યું કે અમને બેટિંગ સુધારવામાં ઘણી મદદ મળી છે. ભૂતકાળમાં પણ અમારા કોચ ભારતીય હતા અને હવે અજય જાડેજા છે. જો તમે ભારત તરફ નજર કરો તો ભારતીયોની બેટિંગ બહુ પાવરફૂલ છે. જ્યારે અમને એક ભારતીય કોચ કે મેન્ટોર તરીકે મળે છે ત્યારે અમને બેટિંગમાં બહુ મદદ મળે છે.
અફઘાનિસ્તાનમાં પૂરતી ફેસેલિટીઝ છેઃ અફધાનિસ્તાનમાં ક્રિકેટ ફેસિલિટીઝ પર્યાપ્ત ન હોવાની માન્યતા સાથે શાહિદે અસહમતિ દર્શાવી છે. અમે તૈયાર થઈ શકીએ તેની માટે અમારી પાસે યોગ્ય ફેસિલિટીઝ છે. અમારુ ડોમેસ્ટિક ક્રિકેટ પણ બહુ પાવરફૂલ છે. અમે અફઘાનિસ્તાનના જલાલાબાદ, કાબુલ, કંદહાર જેવા દરેક શહેરમાં કેમ્પનું આયોજન કરી શકીએ તેમ છીએ. અમારી પાસે એકેડમીઝ અને સ્ટેડિયમની પણ ફેસેલિટી છે. ભારત જેટલી ફેસેલિટી નથી પરંતુ અમે પૂરતી તૈયારીઓ કરી શકીએ તેટલી ફેસેલિટી છે.
ભારત અમારુ બીજું ઘરઃ છેલ્લા બે ત્રણ વર્ષથી ભારત અમારુ બીજુ ઘર બન્યું છે. તેથી અમે અહીં રમવા ટેવાયેલા છીએ. ચેન્નાઈના ગ્રાઉન્ડમાં 2019ના વર્લ્ડ કપમાં અમારો પ્રિપરેશન કેમ્પ યોજાયો હતો. અમે અહીં 40 દિવસ વીતાવ્યા હતા. આ દરેક બાબતો અમારા માટે લાભદાયક સાબિત થશે.