હેમિલ્ટનઃ ટીમ ઈન્ડિયાએ મંગળવારે ICC મહિલા વર્લ્ડ કપમાં(Women's World Cup) બાંગ્લાદેશને મોટા અંતરથી હરાવ્યું. ભારતે બાંગ્લાદેશને 229 રનનો(India vs Bangladesh) સ્કોર આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Womens World Cup 2022: ઓસ્ટ્રેલિયા સામે મિતાલીનું બેટ ગરજ્યું, વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ
119 રનમાં ઓલઆઉટ બાંગલાદેશ: 230 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની મહિલા ટીમ 40.3 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે આ ICC ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત નોંધાવી, સેમિફાઈનલમાં પહોંચવાની તેની આશા અકબંધ રાખી. ટીમ ઈન્ડિયાના 6 પોઈન્ટ છે.